એબીપી ન્યુઝની વિડિયો ક્લિપ એડિટ કરી ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. એબીપી ન્યુઝ ચેનલની વિડિયો ક્લિપમાં ડિજિટલી વોઈસ ઓવર ઉમેરવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને માત્ર ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે આ વખતે ઉભરી આવેલો ત્રીજો પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી પણ સોશિયલ મિડિયામાં ખૂબ જ સક્રિય જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એબીપી ન્યુઝની એક વિડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જે વિડિયો ક્લિપને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ABP ન્યુઝ દ્વારા બતાવવામાં આવ્યુ કે ગુજરાતમાં આપને બહુમતી મળી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Nidat Rathod નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓક્ટોબર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ABP ન્યુઝ દ્વારા બતાવવામાં આવ્યુ કે ગુજરાતમાં આપને બહુમતી મળી રહી છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે એબીપી ન્યુઝનું આ બુલેટિયન શોધવા પ્રયત્ન કરતા અમને યુટ્યુબ પર એબીપી ન્યુઝની ચેનલ પર આ બુલેટિયન પ્રાપ્ત થયુ હતુ. જે 16 ઓક્ટોબર 2022ના પ્રસારિત કરવામાં આવ્યુ હતુ.  જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “શું છે અરવિંદ કેજરીવાલના IB રિપોર્ટના દાવામાં સત્ય? જુઓ આ ગ્રાઉન્ડ રિપોર્ટ. ગુજરાત ચૂંટણી.” 

તેમજ ઓરિજનલ વિડિયો અને એડિટેડ વિડિયોની સરખામણી કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, નકલી ફૂટેજમાં 52 સેકન્ડ પછી મૂળ વિડિયોમાં બેકગ્રાઉન્ડ વોઇસ ઉમેરવામાં આવ્યો છે. આ તફાવત તમે નીચે પણ જોઈ શકો છો.

થોડો સમય પહેલા પણ એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલની ન્યુઝ પ્લેટ એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહી હતી. તેની પણ પડતાલ ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતી દ્વારા કરવામાં આવી હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મુળ વિડિયોના અમુક ભાગ બાદ પાછળથી વોઈસ ઓવર ઉમેરી વિડિયો બનાવવામાં આવ્યો છે અને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:એબીપી ન્યુઝની વિડિયો ક્લિપ એડિટ કરી ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False