Avinash Dabhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગુજરાતમાંથી વિજળી ખરીદતું મહારાષ્ટ્રે 100 યુનીટ વિજળી ફ્રી કરી..અહીંના નેતાઓ મોંધી વિજળી આપીને પાછા ખેડૂતોને વિજળી-ચોર કહે છે” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 125 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ તેમનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 162 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહારાષ્ટ્ર સરકાર દ્વારા 100 યુનિટ વિજળી મફત કરવામાં આવી.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ महाराष्ट्र में 100 यूनिट बिजली પર લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને નવભારત ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મહારાષ્ટ્ર સરકાર 100 યુનિટ વિજળી આપવાનું વિચારી રહી છે. ઉર્જા મંત્રી નિતિન રાઉત દ્વારા વિભાગના અધિકારીઓ પાસે આ યોજના કેવી રીતે અમલમાં મુકવી તે માટે 3 મહિના માટે રિપોર્ટ માંગ્યો છે.”

NAVBHARAT TIMES | ARCHIVE

મહારાષ્ટ્ર સરકાર ત્રણ પાર્ટીના ટેકાથી બની છે. શીવસેના, કોંગ્રેસ અને એનસીપીની આ સરકારમાં ઉપમુખ્યમંત્રી અજીત પવારના પક્ષ એનસીપીના પ્રવક્તા નવાબ મલિક દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “હાલમાં આ અંગેનો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી. જે તમે નીચે સાંભળી શકો છો.”

ARCHIVE

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં મિશ્રિત સાબિત થાય છે, કારણ કે, હાલમાં મહારાષ્ટ્રમાં સરકાર 100 યુનિટ વિજળી મફત આપવાનું વિચારી રહી છે. પરંતુ તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Avatar

Title:શું ખરેખર મહારાષ્ટ્રમાં 100 યુનિટ વિજળી ફ્રી કરવામાં આવી...? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia

Result: Partly False