આમ આદમી પાર્ટીને લઈ વધુ એક એડિટેડ ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ…  જાણો શું છે સત્ય….

Altered રાજકીય I Political રાષ્ટ્રીય I National

આ ફોટો ગુજરાતની જેલની નહિં પરંતુ દિલ્હીની તિહાર જેલનો છે. આ ફોટો એડિટેડ છે. ઓરિજનલ ફોટોમાં આ પ્રકારે દિવાલ પર કઈ લખવામાં આવ્યુ નથી. ડિજિટલ રીતે જેલની દિવાલ પર એક મોકો કેજરીવાલને આમ આદમી પાર્ટી લખવામાં આવ્યુ છે.

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં જેલની બહાર બે પોલીસ અધિકારી જોવા મળી રહ્યા છે. જેલની દિવાલ પર ગુજરાતીમાં “એક મોકો કેજરીવાલને આમ આદમી પાર્ટી” આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આમ આદમી પાર્ટી દ્વારા જેલની દિવાલ પર પણ આમ આદમી પાર્ટીનું સ્લોગન લખવામાં આવ્યુ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Chirag Vyas નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 ઓગસ્ટ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આમ આદમી પાર્ટી દ્વારા જેલની દિવાલ પર પણ આમ આદમી પાર્ટીનું સ્લોગન લખવામાં આવ્યુ છે.”

Facebook | Fb post Archive | Facebook | Facebook | Facebook

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને ડેઈલીમેલના એક અહેવાલમાં ઓરિજનલ ફોટો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

Dailymail.com | Archive

ઉપરોક્ત ફોટોને જોયા બાદ અમે જાણ્યુ કે વાયરલ ફોટોમાં જે બે અધિકારી છે તે જ ઓરિજનલ ફોટોમાં છે. પરંતુ આ ફોટોમાં દિવાલ એકદમ સાફ દેખાય છે.  ઓરિજનલ ફોટો અને વાયરલ ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

આ પહેલા પણ આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરી એડિટેડ ફોટો વાયરલ કરવામાં આવી રહ્યો હતો. જેની પડતાલ પણ ફેક્ટક્રેસન્ડો દ્વારા કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. જેલની દિવાલ પર આ પ્રકારે આમ આદમી પાર્ટી દ્વારા કોઈ પ્રચારનું સ્લોગન લખવામાં આવ્યુ નથી. આ ફોટોને ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:આમ આદમી પાર્ટીને લઈ વધુ એક એડિટેડ ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Altered