
આગામી વર્ષ 2022માં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના મુખ્યમંત્રીની બદલી કર્યા બાદ તેમને લઈ સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે.
આ વચ્ચે ટીવીનાઈન ગુજરાતીની કથિત ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટો સાથે લખવામાં આવ્યુ હતુ કે, “પેટ્રોલ-ડીઝલ ઉપરના તમામ ટેક્ષ હટાવ્યા પેટ્રોલ 72રૂ. ડીઝલ 68 રૂ. મળશે. ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ સસ્તું.” આ કથિત ન્યુઝ પ્લેટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પેટ્રોલ-ડિઝલ પરના ટેક્ષ દૂર કરવામાં આવ્યા જેનાથી પેટ્રોલ-ડિઝલ સસ્તુ થશે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે આપવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. પેટ્રોલ પર ટેક્ષ હટાવવામાં આવ્યાની વાત તદ્દન ખોટી છે. TV9 ગુજરાતીની ન્યુઝ પ્લેટ સાથે છેડછાડ કરી અને ભ્રામક્તા ફેલાવવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સત્ય ની સાથે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પેટ્રોલ-ડિઝલ પરના ટેક્ષ દૂર કરવામાં આવ્યા જેનાથી પેટ્રોલ-ડિઝલ સસ્તુ થશે.”
Facebook | Fb post Archive | Facebook | Facebook
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા સ્ક્રિન શોટને ધ્યાનથી જોતા તેમાં તારીખ 16 ડિસેમ્બર વંચાવમાં આવી અને લખાણના ત્રણેય ફોન્ટ અલગ અલગ જોવા મળ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા ટીવીનાઈન ગુજરાતીની ઓરિજનલ ન્યુઝ પ્લેટ શોધી કાઢી હતી. જેની વાયરલ ન્યુઝ પ્લેટ સાથેની સરખામણી તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે ટીવીનાઈન ગુજરાતીના ઇન્પુટ વિભાગનો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “TV9 ગુજરાતીની ન્યુઝ પ્લેટ સાથે ચેડા કરી અને નવા મુખ્યમંત્રી સાથે જોડી અને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યુ છે. આ પ્રકારના ન્યુઝ ટીવીનાઈન ગુજરાતી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો નથી.”
ત્યારબાદ અમે સીએમઓનો સંપર્ક સાધ્યો હતો. ત્યા હાજર કર્મચારીએ અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ ટેક્ષમાં બદલાવ કરવામાં આવ્યો નથી. આ એક અફવા છે, લોકોએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા વિંનતી છે.”
ત્યારબાદ અમે પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેક્ષ અંગેની માહિતી આપતી વેબસાઈટ પણ તપાસી હતી. પરંતુ ત્યા પણ અમને આ પ્રકારે કોઈ ફેરફાર કરવામાં આવ્યા હોવાનુ જાણવા મળ્યુ ન હતુ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે આપવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. પેટ્રોલ પર ટેક્ષ હટાવવામાં આવ્યાની વાત તદ્દન ખોટી છે. TV9 ગુજરાતીની ન્યુઝ પ્લેટ સાથે છેડછાડ કરી અને ભ્રામક્તા ફેલાવવામાં આવી રહી છે.

Title:શું ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો…?
Fact Check By: Yogesh KariaResult: False
