શું ખરેખર ન્યુઝિલેન્ડના વડાપ્રધાન કોરોના માંથી સાજા થયા બાદ હિન્દુ મંદિરે ગયા હતા….? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Jaswant G. Sharma નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ન્યુઝીલેન્ડ ના વડાપ્રધાન ને કોરોના માંથી સ્વસ્થ થતા ત્યાં ના એક હિન્દૂ મંદિર માં પૂજા કરવા ગયા. *ઉજ્જનવાડા* ના દેવરામભાઇ રાવલ (પંડિત) દ્વારા વિધિ સંપન કરવામાં આવી.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 103 લોકોએ તેમના મતંવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 33 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ન્યુઝિલેન્ડના વડાપ્રધાન કોરોના માંથી સાજા થયા બાદ હિન્દુ મંદિરની મુલાકાતે ગયા હતા.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો કોઈ દેશના નેતાને આ પ્રકારે કોરોના થયો હોય તો વિશ્વના તમામ મિડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવી હોય પરંતુ ગૂગલ પર સર્ચ કરતા અમને એક પણ મિડિયા હાઉસ દ્વારા આ અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ ન હતુ.

તો પછી ન્યુઝિલેન્ડના વડાપ્રધાન દ્વારા હિન્દુ મંદિરની મુલાકાત ક્યારે અને શુ કરવા લેવામાં આવી હતી. તે જાણવા પ્રયત્ન કરતા અમને DNA INDIAનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “રાષ્ટ્રીય ચૂંટણી પહેલા ન્યુઝિલેન્ડના વડા પ્રધાન જેકિંડા આર્ડન ઓકલેન્ડના રાધા કૃષ્ણ મંદિરની મુલાકાતે આવ્યા હતા.

DNA INDIA | ARCHIVE

તેમજ હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા ન્યુઝિલેન્ડના વડાપ્રધાનની આ મુલાકાતનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં પણ ચૂંટણીના સંદર્ભમાં જ આ મુલાકાત હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE 

તેમજ પ્રધાનમંત્રી જેકિંડા આર્ડન દ્વારા જૂન મહિનામાં જ ન્યૂઝિલેન્ડને કોરોનાવાયરસ મુક્ત જાહેર કર્યુ હતુ. તમામ પ્રતિબંધો હટાવી દિધા હતા. જોકે, ઓકલેન્ડમાં તાજેતરમાં કોવિડ-19 ના ચાર કેસ નોંધાયા છે, જેના પગલે ફરી એકવાર ન્યુઝીલેન્ડના સૌથી મોટા શહેર પર પ્રતિબંધો લાદવામાં આવશે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ન્યુઝિલેન્ડના વડાપ્રધાને કોરોના માંથી સાજા થયા બાદ આ મુલાકાત કરી હોવાની વાત તદ્દન ખોટી છે. તેમની આ મુલાકાત આગામી ચૂંટણી પહેલાની છે. તેમજ તેમને કોરોના થયો હોવાનું પણ ક્યાંય સાબિત થતુ નથી.

Avatar

Title:શું ખરેખર ન્યુઝિલેન્ડના વડાપ્રધાન કોરોના માંથી સાજા થયા બાદ હિન્દુ મંદિરે ગયા હતા….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False