શું ખરેખર મોહન ભાગવત દ્વારા ધર્મમાં આસ્થા ઓછી થઈ ગઈ હોવાનું નિવેદન આપ્યુ…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

કોરોનાનો કહેર દિવસે-દિવસે વધી રહ્યો છે ત્યારે સોશિયલ મિડિયામાં ઘણા સાચા અને ખોટા સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ પણ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “આરઆરએસ પ્રમુખ મોહનભાગવત દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, કોરોનાએ ધર્મમાં તેમની આસ્થા ઓછી થઈ ગઈ છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, RSSના સરસંઘચાલક મોહન ભાગવતના નામે વાઈરલ નિવેદનો ફર્જી છે. તેમણે ક્યારેય કહ્યું નહીં કે કોરોનાના કારણે ધર્મ માંની તેમની શ્રદ્ધા સમાપ્ત થઈ ગઈ છે. આરએસએસના અખિલ ભારતીય સહ-પ્રચાર વડા નરેન્દ્ર કુમારે પણ આ વાયરલ કટિંગને ખોટી ગણાવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Jitendra Padhiyar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આરઆરએસ પ્રમુખ મોહનભાગવત દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, કોરોનાએ ધર્મમાં તેમની આસ્થા ઓછી થઈ ગઈ છે.”

Facebook | Fb post Archive  

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, ગત વર્ષે પણ સોશિયલ મિડિયામાં આ ન્યુઝપેપરનું કટિંગ વાયરલ થયુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

FACEBOOK

તેમજ અમને વાયરલ કટિંગમાં એક જગ્યાએ લખ્યું વંચાયુ કે ‘આજે કોરોના પિડિતોની સંખ્યા 25 હજારથી વધી ગઈ છે’. જ્યારે અમે કિવર્ડ્સની સહાયથી શોધ કરી, ત્યારે જાણવા મળ્યું કે ભારતમાં કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 26 એપ્રિલ 2020ના રોજ 25 હજારને વટાવી ગઈ હતી.

જેના આધારે અમે વધુ શોધ કરતા અમને ઈન્ડિયા ટુડેનો 26 એપ્રિલ 2020નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ અહેવાલમાં ન્યુઝ એજન્સી પીટીઆઈ દ્વારા લખાયેલા અહેવાલ મુજબ, 26 એપ્રિલના સરસંઘચાલક મોહન ભાગવતે વિડિયો કોન્ફરન્સ દ્વારા આરએસએસના સ્વયંસેવકોને સંબોધન કર્યું હતું.

INDIA TODAY | ARCHIVE

આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ભેદભાવ વિના દરેકને મદદ કરો અને દેશને આત્મનિર્ભર બનાવો, જેમને કોઈની મદદની જરૂર હોય, તેમને પોતાના સમજી સહાય કરજો. કેટલાક લોકોના કારણે, સમગ્ર સમુદાયને દોષી ઠેરવવો જોઈએ નહીં. સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પર ભાર મૂકો. મોહન ભાગવતે પાલઘરમાં સાધુઓની હત્યા અને દિલ્હીમાં તબલીગી જમાત પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ અહેવાલમાં ક્યાંય પણ ધર્મ પ્રત્યેની આસ્થા ગુમાવવાની કોઈ વાત કરવામાં આવી ન હતી.

ત્યારબાદ અમે અમારી પડતાલને મજબૂત કરવા અમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઓફિશિયલ ફેસબુક પેજની મુલાકાત લીધી હતી. અમને 26 એપ્રિલના રોજ અપલોડ કરેલો લાઇવ વિડિયો પ્રાપ્ત થયો હતો. આ લાઈવ પ્રસારણની થીમ હતી “વર્તમાન દ્રશ્ય અને અમારી ભૂમિકા.”

ARCHIVE

અમે સંપૂર્ણ વિડિયો જોયો અને સાંભળ્યો હતો. આ વિડિયોમાં તેમણે કોરોના સામેની લડતમાં નાગરિકોની ભૂમિકા, સ્વદેશીનો ઉપયોગ અને આત્મનિર્ભરતા જેવા મુદ્દાઓ પર વાત કરી છે. આ લાઈવ પ્રસારણમાં વાયરલ કટિંગમાં લખેલી વાતને અનુરૂપ અમને કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેમજ અમને કોઈ સચોટ અહેવાલ મળ્યો ન હતો જેમાં મોહન ભાગવતે કોરોનાને કારણે ધર્મ પ્રત્યેની તેમની શ્રદ્ધા સમાપ્ત થઈ હોવાની વાત કરી હોય.

કથિત ન્યુજ પેપરના વાયરલ કટિંગમાં સંપાદનની ઘણી ભૂલો પણ જોવા મળે છે. તે સ્પષ્ટ છે કે તેમાં ફોટોશોપ દ્વારા એડિટ કરી તેનો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહ-પ્રચાર વડા નરેન્દ્ર કુમારે પણ ટ્વીટ કર્યું હતું કે વાયરલ કટીંગ ફર્જી છે.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, RSSના સરસંગઘસંચાલક મોહન ભાગવતના નામે વાઈરલ નિવેદનો ફર્જી છે. તેમણે ક્યારેય કહ્યું નહીં કે કોરોનાના કારણે ધર્મ માંની તેમની શ્રદ્ધા સમાપ્ત થઈ ગઈ છે. આરએસએસના અખિલ ભારતીય સહ-પ્રચાર વડા નરેન્દ્ર કુમારે પણ આ વાયરલ કટિંગને ખોટી ગણાવી છે.

Avatar

Title:શું ખરેખર મોહન ભાગવત દ્વારા ધર્મમાં આસ્થા ઓછી થઈ ગઈ હોવાનું નિવેદન આપ્યુ…?

Fact Check By: Yogesh Karia 

Result: False