શું ખરેખર ફેસ માસ્ક લાંબો સમય પહેરવાથી નુક્શાની થાય છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Nareshkumar Rajput નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ફેસમાસ્કનું જોખમ માસ્કનો ઉપયોગ મર્યાદિત સમય માટે થતો હોવાનું માનવામાં આવે છે. જો તમે તેને લાંબા સમય સુધી પહેરો છોતો, 1. લોહીમાં ઓક્સિજન ઓછું થાય છે. 2. મગજમાં ઓક્સિજન ઓછું થાય છે. 3. તમારા શરીરમાં નબઈ લાગે છે. 4. આ બાબતો મૃત્યુ તરફ દોરી શકે છે. જ્યારે તમે એકલા હોવ ત્યારે માસ્ક પહેરો નહી.પેક કે એસી વાળી ગાડીમાં માસ્ક પહેરવું હિતાવહ નથી. ઘરે હોવ ત્યારે માસ્ક નો ઉપયોગ ન કરો. ફક્ત ભીડવાળી જગ્યાએ અને જ્યારે એક અથવા વધુ વ્યક્તિઓના નિકટના સંપર્કમાં હોય ત્યારે માકનો ઉપયોગ કરો.શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 23 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 9 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 37 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફેસ માસ્ક લાંબો સમય પહેરવાથી ઘણા બધા નુક્શાન થાય છે. તેમજ મૃત્યુ પણ થઈ શકે છે.

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. શુ ખરેખર માસ્ક પહેરવાથી મૃત્યુ થઈ શકે.? તે જાણવા અમે ગૂગલ પર ઘણી શોધ કરી હતી. પરંતુ અમને આ અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડો.અવિનાશ ભોંડવેનો સંપર્ક સાધતા તેમણે પણ સ્પષ્ટતા કરી કે આ સંદેશ ખોટો છે. આજ સુધી, માસ્ક પહેરીને કોઈ મૃત્યુ નોંધાયેલ નથી. ઘણાં તબીબી નિષ્ણાંતો તેમજ પોલીસ દ્વારા કલાકો સુધી માસ્ક પહેરવામાં આવે છે, તેમને દ્વારા પણ ક્યારેય કહેવામા નથી આવ્યુ કે, તેઓ તેનાથી પરેશાન છે. સામાન્ય લોકો કાપડના માસ્કનો ઉપયોગ કરે છે, એસીમાં પણ કોઈ સમસ્યા થતી નથી. જો કોઈને ઘરે ઉધરસ આવે છે અથવા છીંક આવે છે, તો માસ્કનો ઉપયોગ કરવો વધુ સારું છે. જો કોઈ વ્યક્તિ ઘરની બહારથી આવે છે, તો તેણે માસ્ક ફરજિયાત પહેરવુ જોઈએ, એમ પણ તેમણે કહ્યું હતુ.

રોગ નિયંત્રણ અને નિવારણ માટેના યુ.એસ. કેન્દ્રો ભલામણ કરે છે કે દરેક વ્યક્તિએ માસ્ક પહેરવુ ફરજિયાત છે. તેમજ રિપોર્ટમાં કોણે માસ્ક પહેરવુ ન જોઈએ તે પણ જણાવવામાં આવયુ હતુ. જેમાં કહેવામાં આવ્યું છે કે, બે વર્ષથી ઓછી વયના બાળકો, શ્વસન સંબંધી સમસ્યાઓવાળા લોકો, જે લોકો અન્યની મદદ વગર માસ્ક નહીં કાઢી ન શકતા હોય તેઓએ માસ્ક ન પહેરવું જોઈએ.

CDC | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ લાંબા ગાળા સુધી માસ્ક પહેરવાથી ઓક્સિજનનો અભાવ થઈ શકે છે અને મૃત્યુ થઈ શકે તે વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર ફેસ માસ્ક લાંબો સમય પહેરવાથી નુક્શાની થાય છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False