
દેશમાં કોરોના કેસ છેલ્લા દસ દિવસથી ખૂબ વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાએ માથુ ઉચક્યુ છે અને ફરી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતમાં માસ્ક ન પહેરનારા પાસેથી 1000 રૂપિયા દંડની રકમ વસૂલવા આવશે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી મુજબ માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસૂલવા અંગે કોઈ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી નથી. પરંતુ સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવા અંગે અપીલ કરવામાં આવી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dilip Aswani Corporater નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂન 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતમાં માસ્ક ન પહેરનારા પાસેથી 1000 રૂપિયા દંડની રકમ વસૂલવા આવશે.”


FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ગુજરાત સમાચારનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “ગુજરાત સરકારે કોરોના નિયંત્રણ મુક્ત ગુજરાત સરકારે તમામ પ્રતિબંધ હટાવ્યા, જોકે, સરકારે જાહેર સ્થળોએ પર માસ્ક ઉપરાંત સોશિયલ ડિસટન્સ જાળવી રાખવાના નિયમમાં કોઇ ફેરફાર કર્યો નથી.”
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે સર્ચ કરતા અમને Cws News Gujarati દ્વારા પ્રસારિત કરવામાં આવેલી પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “વાઈરલ મેસેજ સમાચર બાબતે માસ્ક પહેરવા અને ફરજીયાત બાબતે હજુ કોઈ પુષ્ટિ નથી, વાઈરલ મેસેજ દ્વારા સમાચાર પ્રસારિત થયાં હતા”

તેમજ અમારી પડતાલને મજબૂત કરવા અમે અમદાવાદ મ્યુનિસિપલ કચેરીના એક ઉચ્ચ અધિકારી સાથે વાત કરી હતી, તેણે અમને નામ ન આપવાની શરતે જણાવ્યુ હતુ કે, “માસ્ક નો નિયમ અમલી જ છે. પરંતુ દંડ વસુલવા અંગે કોઈ આદેશ કરવામાં આવ્યો નથી, પરંતુ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે સાર્વજનિક સ્થળે માસ્ક પહેરવું જોઈએ.”
તેમજ અમે ગાંધીનગરમાં મુખ્ય પોલીસ અધિકારીની કચેરીનો સંપર્ક સાધ્યો હતો, ત્યાં પણ હાજર અધિકારીએ નામ ન આપવાની શરતે અમને જણાવ્યુ હતુ કે, “આવો કોઈ લેખિક કે મૌખિક આદેશ આપવામાં આવ્યો નથી, આવી કોઈ માર્ગદર્શિકા રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી નથી. જો કે, રાજ્યમાં હજી પણ માસ્ક ફરજીયાત છે મરજીયાત કરવામાં નથી આવ્યુ.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી મુજબ માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસૂલવા અંગે કોઈ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી નથી. પરંતુ સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવા અંગે અપીલ કરવામાં આવી છે.

Title:શું ખરેખર માસ્ક ન પહેરનાર પાસેથી 1000 રૂપિયા દંડ વસૂલવા આદેશ આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
