બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારનો જુનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

બિહારના મુખ્યમંત્રી દ્વારા સરદાર પટેલને તેમની ખુરશી પર બેસાડવામાં આવ્યા નથી, આ ફોટો વર્ષ 2019નો સરદાર પટેલ મ્યુઝિમના ઉદ્ધાટન દરમિયાનનો છે.

બિહારના મુખ્યમંત્રીના મુખ્યમંત્રી નિતિશ કુમારનો એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ખુરશી પર સરદાર પટેલનું સ્ટેચ્યુ જોવા મળે છે. જ્યારે પાસેની ખુરશીમાં નિતિશ કુમાર બેસેલા જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર દ્વારા પોતાની ખુરશી પર સરદાર પટેલને બેસાડ્યા અને પોતે પાસેની ખુરશી બેસ્યા અને કહ્યુ પાસેની ખુરશીમાં બેસી પોતાનું કાર્ય કરશે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Kapil Pokia Sardar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓગસ્ટ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર દ્વારા પોતાની ખુરશી પર સરદાર પટેલને બેસાડ્યા અને પોતે પાસેની ખુરશી બેસ્યા અને કહ્યુ પાસેની ખુરશીમાં બેસી પોતાનું કાર્ય કરશે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

જો કોઈ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો હોય તો દેશના તમામ મિડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવી હોય. પરંતુ આ પ્રકારે કોઈ સમાચાર અમને પ્રાપ્ત થયા ન હતા.

ત્યારબાદ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામ પરથી અમને ઓરિજનલ ફોટો પ્રાપ્ત થયો હતો. જે 31 ઓક્ટોબર 2019ના અપલોડ કરવામાં આવ્યો હતો. જે ફોટો સાથે માહિતી આપવામાં આવી હતી કે, “બિહારના મુખ્ય પ્રધાન નિતિશ કુમાર અને નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી પટનામાં ‘ભારતના લોખંડી પુરૂષની 144મી જન્મજયંતિ પર આયોજિત સરદાર વલ્લભભાઈ પટેલ પરના ફોટો પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી કૃષ્ણ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત દરમિયાન.” 

સંગ્રહ 

Live Hindustan દ્વારા તેમની વેબસાઈટ દ્વારા પણ આ મુલાકાતના અન્ય ફોટો શેર કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

Live Hindustan | Archive

ETV Bharat Bihar દ્વારા બિહારના મુખ્યમંત્રીની મુલાકાતનો આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ETV Bharat Bihar | Archive  

તેમજ ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, વાયરલ ફોટો ઓરિજનલ ઈમેજ માંથી ક્રોપ કરવામાં આવ્યો છે. ઓરિજનલ ઇમેજ અને વાયરલ ઇમેજ વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બિહારના મુખ્યમંત્રી દ્વારા તેમની ઓફિસમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ નથી મુકવામાં આવ્યુ. આ ફોટો વર્ષ 2019નો સરદાર પટેલની 144મી જન્મજયંતી દરમિયાન પટનમાં આયોજિત ફોટો પ્રદર્શન દરમિયાનનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારનો જુનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False