શું ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Hari Na Kaka નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના નો કહેર વ્હાઈટ હાઉસમાં કોરોના ની એન્ટ્રી ડોનાલ્ડ ટ્રમ્પ ને કોરોના પોઝીટીવ સુત્રો દ્વારા માહિતી” શીર્ષક હેઠળ શેર કરવમાં આવેલી આ પોસ્ટ પર 179 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. અને 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કોરોનાનો કહેર વ્હાઈટ હાઉસ સુધી પહોંચ્યો અને ડોનાલ્ડ ટ્રમ્પનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો.

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप की हुई कोरोना जांच લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને નવભારત ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી કોરોનાથી સંક્રમિત થયા બાદ ટ્રમ્પનો રિપોર્ટ પણ કરવામાં આવ્યો જે નેગેટિવ આવ્યો.

NAVBHARATTIMES | ARCHIVE

લાઈવ હિન્દુસ્તાન, અમરઉજાલા, NDTV સહિતના મિડિયા હાઉસ દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. 

FOX NEWS દ્વારા પણ આ અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

CNN દ્વારા પણ આ અંગેની વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રસારિત કર્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જે બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો હતો. 

Avatar

Title:શું ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yoogesh Karia 

Result: False