ફેક્ટ ક્રેસન્ડોના ગુજરાતના વોટ્સઅપ નંબર 79900 15736 પર એક યુઝર દ્વારા “અમેરિકા ના એક ટેલેન્ટ શો માં ભારત દેશ ના વીર જવાનો ના ગીત ઉપર એક ખુબ જ સરસ ડાન્સ.અમેરિકા માં અને ત્યાં ના એક શો માં જે આ લોકો એ ભારત દેશ ને માન , સન્માન સહ આ વીર જવાનો ના ગીત પર તેની કલા રજુ કરી , તે બદલ હું એક ભારત દેશ ના નાગરિક તરીકે એ લોકો નો ખુબ ખુબ આભાર માનું છું. અને લાખ લાખ સલામ કરું છું તે લોકો ના આ અદભુત ટેલેન્ટ ને..” સાથે એક વિડિયો મોકલવામાં આવ્યો હતો. અને વિડિયો અંગેની હકિકત જણાવવા વિનંતી કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમેરિકા ગોટ ટેલેન્ટ શોમાં ભારતીય ફિલ્મ બોર્ડરના ગીત “સંદેશે આતે હૈ” પર નૃત્ય કરવામાં આવ્યુ હતુ.”

ઉપરોક્ત વિડિયોની સત્યતા તપાસવા સૌપ્રથમ અમે ફેસબુક પર કિવર્ડ સાથે શોધતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો વર્ષ 2018 થી સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.

FACEBOOK

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયોમાં બોર્ડર ફિલ્મનું ગીત પાછળથી ઉમેરવામાં આવ્યુ છે. ઓરિજનલ વિડિયોમાં “સંદેશે આતે હૈ” ગીત નથી.

આ વિડિયોમાં જે ગ્રુપ જોવા મળે છે તે ઓસ્ટ્રિયામાં આવેલા એક્રોબેટિક શોનું છે. તે ઝુરકારોહ તરીકે ઓળખાય છે. તેણે અમેરિકા ગોટ ટેલેન્ટની 13 મી સીઝનમાં ભાગ લીધો હતો. જે મે 2018 થી સપ્ટેમ્બર 2018ની વચ્ચે પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. તેમજ આ વિડિયો પહેલા એપિસોડનો હોવાનું જાણવા મળ્યુ હતુ. જેની વૈશ્રિક સ્તરે પણ પ્રશંસા કરવામાં આવી હતી.

ઝુરકારોહ એ ઓસ્ટ્રરિયાના ગિટ્ઝિસમાં સ્થિત એક બજાણિયાના શો જૂથ છે અને તેનું નિર્દેશન બ્રાઝિલના નૃત્ય નિર્દેશનકાર પીટરસન દા-ક્રુઝ હોરા દ્વારા કરવામાં આવ્યું છે. તેઓએ ફ્રાન્સના ગોટ ટેલેન્ટની 2017 સીઝન પર ગોલ્ડન બઝર જીત્યા પછી આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા બન્યા હતા.તેઓએ ફરીથી અમેરિકાની ગોટ ટેલેન્ટની સીઝન 13માં ભાગ લીધો હતો જ્યાં તેઓ બીજા ક્રમે રહ્યા.

ERA દ્વારા 2013માં યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલા “ધ માસ” ગીત પર આ પરફોર્મન્સ કરવામાં આવ્યુ હતુ. અમેરિકા ગોટ ટેલેન્ટનો ઓરિજનલ વિડિયો તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ઝુરકારોહના અમેરિકા ગોટ ટેલેન્ટના સીઝન 13 દરમિયાનના અન્ય વિડિયો પણ તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, અમેરિકા ગોટ ટેલેન્ટ શોમાં ભારતના ગીત “સંદેશે આતે હૈ” ગીત પર નૃત્ય ન હતું કરવામાં આવ્યુ પરંતુ ERA દ્વારા 2013માં યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલા “ધ માસ” ગીત પર આ પરફોર્મન્સ કરવામાં આવ્યુ હતુ.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, અમેરિકા ગોટ ટેલેન્ટ શોમાં ભારતના ગીત “સંદેશે આતે હૈ” ગીત પર નૃત્ય ન હતું. કરવામાં આવ્યુ પરંતુ ERA દ્વારા 2013માં યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલા “ધ માસ” ગીત પર આ પરફોર્મન્સ કરવામાં આવ્યુ હતુ.

Avatar

Title:શું ખરેખર અમેરિકા ગોટ ટેલેન્ટ શો માં ભારતીચ ગીત પર પરફોર્મન્સ આપવામાં આવ્યુ હતુ.?

Fact Check By: Yogesh Karia

Result: False