દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉલટુ ધનુષ પકડ્યું હોવાનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

Altered રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દશેરાના દિવસે યોજાયેલા એક કાર્યક્રમમાં ઉલટુ ધનુષ પકડ્યું હતું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ધનુષ સાથેનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. આ કાર્યક્રમના વાસ્તવિક વીડિયોમાં ક્યાંય પણ અરવિંદ કેજરીવાલે ધનુષ પકડવામાં ભૂલ કરી હોય એવું દેખાતું નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

મુળજીભાઈ પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા 06 ઓક્ટોમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અપની હી ગાંવ મેં તીર લેતે સડજી. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દશેરાના દિવસે યોજાયેલા એક કાર્યક્રમમાં ઉલટુ ધનુષ પકડ્યું હતું.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેનો સંપાર્ણ વીડિયો અરવિંદ કેજરીવાલના સત્તાવાર યુટ્યુબ પર પ્રાપ્ત થયો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના રામલીલા મેદાન ખાતે વિજયા દશમી મહોત્સવના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેનો આ વીડિયો છે.

આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ જાણવા મળ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે ક્યાંય પણ ઉલટુ ધનુષ પકડ્યું નથી. તેમણે સીધું જ ધનુષ પકડ્યું હતું. તેમના ધનુષ પકડવાના દ્રશ્યને તમે વીડિયોમાં 55.25 મિનિટથી 56.36 મિનિટ સુધી જોઈ શકો છો.

આજ વીડિયોને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે અહીં જોઈ શકો છો. IndianExpressOnline | Aam Aadmi Party

નીચે તમે ઓરિજીનલ ફોટો અને એડિટેડ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ધનુષ સાથેનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. આ કાર્યક્રમના વાસ્તવિક વીડિયોમાં ક્યાંય પણ અરવિંદ કેજરીવાલે ધનુષ પકડવામાં ભૂલ કરી હોય એવું દેખાતું નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉલટુ ધનુષ પકડ્યું હોવાનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Altered