શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું તેનો છે…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં ભારતના CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર કોઈ ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થઈ જતાં તેમાં બિપિન રાવત સહિત કુલ 11 લોકોના મોત થયા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હેલિકેપ્ટર ક્રેશ થવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ સિરિયા ખાતે વર્ષ 2020 ના ફેબ્રુઆરી મહિનામાં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Jay Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા 8 ડિસેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું તેનો આ વીડિયો છે.

download.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને તેને રિવર્સ ઈમેજનો સહારો લઈને સહારો લઈને સર્ચ કરતાં અમને The Telegraph દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 11 ફેબ્રુઆરી, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પૂર્વી ઈદલિબના નાયરાબ વિસ્તારમાં બળવાખોરો દ્વારા સીરિયન એરફોર્સના હેલિકોપ્ટરને તોડી પાડવામાં આવ્યું હતું.

એસોસિયેટેડ પ્રેસ દ્વારા પણ ઉપરોક્ત માહિતી અને વીડિયો સાથેના સમાચાર 12 ફેબ્રુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

screenshot-apnews.com-2021.12.09-22_25_20.png

એસોસિયેટેડ પ્રેસ ના અહેવાલ અનુસાર, તુર્કીની સત્તાવાર અનાદોલુ સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, પાયલોટ અને અન્ય બે લોકો માર્યા ગયા હતા, જ્યારે વિપક્ષી કાર્યકરોએ જણાવ્યું હતું કે, માત્ર બે ક્રૂ સભ્યો જ હેલિકોપ્ટરમાં સવાર હતા.

ઉપરોક્ત વીડિયો તમે AP Archive ની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો.

આજ વીડિયો સાથેના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા જે તમે અહીં જોઈ શકો છો. All in one 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હેલિકેપ્ટર ક્રેશ થવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ સિરિયા ખાતે વર્ષ 2020 ના ફેબ્રુઆરી મહિનામાં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું તેનો છે…?

Fact Check By: Vikas Vyas 

Result: False