શું ખરેખર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માસ્ક પહેરીને જમી રહ્યા હતા…? જાણો શું છે સત્ય….

Missing Context રાજકીય I Political રાષ્ટ્રીય I National

ગત ફેબ્રુઆરી માસના અંતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકાના પ્રવાસે આવ્યા હતા. દરમિયાન તેમણે દ્વારકાધીશના દર્શન કરી અને એક સ્થાનિક હોટલમાં બપોરનું ભોજન ગ્રહણ કર્યુ હતુ. તે સમયનો એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકામાં માસ્ક પહેરીને જમી રહ્યા છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો જ્યારે ભોજન પિરસાયુ ન હતુ ત્યારનો છે. બાદમાં રાહુલ ગાંધીએ માસ્ક ઉતારીને જમ્યુ હોવાનું જોઈ શકાય છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Odedara Ranmal Ram નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકામાં માસ્ક પહેરીને જમી રહ્યા છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને એબીપી અસ્મિતાનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરીને માહિતી આપવામાં આવી હતી કે, “દ્વારકાધીશના દર્શન પછી તેઓ માધવરાય ડાઇનિંગ હોલ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો. તેમની સાથે કોંગ્રેસના અન્ય નેતાઓ પણ જોડાયા હતા.” 

એબીપી અસ્મિતા | સંગ્રહ 

તેમજ વધુ કી વર્ડ સાથે સર્ચ કરતા અમને આ હોટલના સીસીટીવી પ્રાપ્ત થયા હતા. જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે, રાહુલ ગાંધી ભોજન આવ્યા પહેલા માસ્ક પહેરીને બેઠા છે. જ્યારે ભોજન લેતા સમયે તેઓએ માસ્ક કાઢી અને નીચે મુકી દિધેલુ છે. જે તમે નીચે જોઈ શકો છો.

ABP Asmita ન્યુઝ ચેનલ પર પણ તમે રાહુલ ગાંધી ભોજન લેતા હોય તે સમયનો વિડિયો પણ જોઈ શકાય છે. 

તેમજ અમે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “વિરોધી પક્ષ દ્વારા કોંગ્રેસને બદનામ કરવા માટે આ કારસ્તાન આચરવામાં આવતુ હોય છે. આ ફોટો જ્યારે ભોજન પિરસવાની શરૂઆત થઈ તે સમયનો છે. દુનિયાનો કોઈપણ માણસ માસ્ક પહેરીને જમી ન શકે, અને આ પ્રકારનો મેસેજ વાયરલ કરનારે પોતાની માનસિક સ્થિતી ચેક કરાવવી જોઈએ.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો જ્યારે ભોજન પિરસાયુ ન હતુ ત્યારનો છે. બાદમાં રાહુલ ગાંધીએ માસ્ક ઉતારીને જમ્યુ હોવાનું જોઈ શકાય છે.

Avatar

Title:શું ખરેખર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માસ્ક પહેરીને જમી રહ્યા હતા…?

Fact Check By: Yogesh Karia 

Result: Missing Context