શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો છે...? જાણો શું છે સત્ય....
હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 28 સેકન્ડના આ વિડિયોમાં યુવતીઓ વિરોધ કરતી જોવા મળે છે. બેરિકેડ પાસે ઊભેલી એક વિદ્યાર્થીની કહી રહ્યો છે, “નહીં તો સાહેબ અમને કલેક્ટર બનાવો... અમે બનવા તૈયાર છીએ. સાહેબ દરેકની માંગણી પૂરી કરશે. જો તમે નથી કરી શકતા તો સરકાર કોના માટે બનાવી છે. જાણે અમે અહીં ભીખ માંગવા આવ્યા છીએ... અમારા ગરીબ માટે સાહેબ થોડી વ્યવસ્થા કરો. અમે દૂર દૂરથી આદિવાસી લોકો કેટલું ભાડું ચૂકવીને આવ્યા છીએ.” આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાત નો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો નહિં પરંતુ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાનો છે. જ્યા પીજી કોલેજના વિદ્યાર્થીઓ પોતાની અલગ-અલગ સમસ્યાઓ અંગે કલેક્ટર ઓફિસ બહાર વિરોધ કર્યો હતો.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Sahil Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ડિસેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાત નો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Bhaskar.com નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “મધ્યપ્રદેશના ઝાબુઆ પીજી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી નિર્મલાનું આ ધારદાર વલણ છે. સોમવારે NSUIની આગેવાનીમાં પીજી કોલેજના વિદ્યાર્થીઓ પોતાની અલગ-અલગ સમસ્યાઓ અંગે કલેક્ટર સોમેશ મિશ્રાને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. કલેક્ટર મેમોરેન્ડમ લેવા ન આવતા વિદ્યાર્થીઓની ધીરજ તૂટી ગઈ હતી. તેમણે હોબાળો મચાવ્યો. યુવતી-ઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.”
તેમજ વધુ સર્ચ કરતા અમને asianetnews.com તેમજ નઈદુનિયા દ્વારા પણ આ અંગે વિશેષ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
તેમજ આ ઘટના બાદ સ્થાનિક ચેનલ Jhabua Live દ્વારા વિડિયોમાં જોવા મળતી છાત્રા નિર્મલાનો ઈન્ટરવ્યુ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો નહિં પરંતુ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાનો છે. જ્યા પીજી કોલેજના વિદ્યાર્થીઓ પોતાની અલગ-અલગ સમસ્યાઓ અંગે કલેક્ટર ઓફિસ બહાર વિરોધ કર્યો હતો.
Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો છે...?
Fact Check By: Yogesh KariaResult: False