
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સંદેશ ન્યૂઝ ચેનલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પહેલી વાર મીડિયા સાચું બોલ્યું કે, ભાજપની સરકાર નોકરીની હરાજી કરે છે અને 21 લાખ રુપિયામાં નોકરી આપી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સંદેશ ન્યૂઝ ચેનલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં સંદેશ ન્યૂઝ ચેનલના આજનો એજન્ડા નામના એક પ્રખ્યાત કાર્યક્રમનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 27 એપ્રિલ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ભાજપ ની સરકાર નોકરી ની હરાજી કરે છે રૂપિયા 21 લાખ માં રૂપિયા દયો નોકરી લ્યો. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પહેલી વાર મીડિયા સાચું બોલ્યું કે,ભાજપની સરકાર નોકરીની હરાજી કરે છે અને 21 લાખ રુપિયામાં નોકરી આપી રહી છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો ધ્યાનથી જોયા બાદ ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સંદેશ ન્યૂઝ ચેનલના સત્તાવાર યુટ્યુબ દ્વારા 4 જાન્યુઆરી, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, આજનો એજન્ડા : સરકારને કોઈ ફરક નથી પડતો.
આજ વીડિયોમાં તમે વાયરલ થઈ રહેલા ભાગને 5.15 મિનિટથી 5.48 મિનિટ સુધી જોઈ શકો છો. જેના પરથી એ સ્પષ્ટ થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બે વર્ષ પહેલાંનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સંદેશ ન્યૂઝ ચેનલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં સંદેશ ન્યૂઝ ચેનલના આજનો એજન્ડા નામના એક પ્રખ્યાત કાર્યક્રમનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title: જાણો તાજેતરમાં સંદેશ ન્યૂઝ ચેનલના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Missing Context
