ભેંસાણ નો રોચલ પાટીદાર નામના ફેસબુક યુઝર દ્વારા Hardik Patel Fans Clubનામના ફેસબુક પેજ પર તારીખ 27 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરી હતી. ‘अटलजीनेभ्रष्टयेदुरप्पाकोCMपदऔरBJPसेनिकालाथा,मोदीनेपुनःBJPमेलियाभ्रस्टतरीक़ेसेपुनःCM बनायासच्ची_श्रद्धाजंलिअटलजीको’લખાણ સાથે શેર કરવામાં આવેલી પોસ્ટ પર 212 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 100 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અટલજી દ્વારા યદુરપ્પાને CM પદેથી તેમજ ભાજપા માંથી કાઢી મુકવામાં આવ્યા હતા.

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર‘अटलजीनेयेदुरप्पाकोBJPसेनिकालाथा’લખતા અમને નીચે મુજબના પરિણામો મળ્યા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનું જાણવા મળ્યુ ન હતુ. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને યદુરપ્પાના રાજકીય ઈતિહાસ વિશે જાણવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને ન્યુજપીટ નામની યુ-ટ્યુબ ચેનલ પર येदियुरप्पाकाराजनीतिकसफर શીર્ષક હેઠળ 4.22 મિનિટનો વિડીયો મુકવામાં આવ્યો હતો, જેમાં પણ ક્યાંય અટલજી દ્વારા યદુરપ્પાને ભાજપા માંથી કાઢી મુકવામાં આવ્યુ હોવાનું જણાવવામાં આવ્યુ ન હતું. જે વિડીયો આપ નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ અમે ભાજપાના વરિષ્ઠ નેતા અને ગુજરાત ભાજપાના પ્રમુખ જીતુ વાઘાણી સાથે આ અંગે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “જે-તે સમયે યદુરપ્પા પર ભ્રષ્ટાચાર ના આક્ષેપ લાગ્યા હતા, તે સમયે હાઈ કમાન્ડ દ્વારા તેમને કહેવામાં આવ્યુ હતું કે, તેઓ રાજીનામું આપી દઈ, માત્ર અટલજી દ્વારા જ રાજીનામું આપી દેવા માટે કહેવામાં ન હતુ આવ્યું, તેમજ તેમને પોતાના સ્વેચ્છા એ ભાજપા છોડયું હતું, અને કર્ણાટકા જનતા પક્ષની રચના કરી હતી, યદુરપ્પાને પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યા હોવાની વાત સાવ ખોટી છે.”

2019-07-29.png

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, યદુરપ્પાને અટલજીએ સીએમ પદેથી હટાવ્યા અને ભાજપામાંથી કાઢી મુકવામાં આવ્યા તે વાત પાયાવિહોણી અને સાવ ખોટી છે.

Avatar

Title:શુંખરેખર યદુરપ્પાને અટલજીએ ભાજપા માંથી કાઢી મુક્યા હતા...? જાણો શું છે સત્ય.......

Fact Check By: Yogesh Karia

Result: False