શું ખરેખર ડભોઈ પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં દેખાયા વાઘ…? જાણો સત્ય

False સામાજિક I Social

Subhas Vankar Subhas Vankar નામના એક ફેસબુક યુઝર દ્વારા 22 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ડભોઇ પેટ્રોલ પંપ ની બાજુ મા બે વાઘ સીસીટીવી કેમેરા કેદ થયા છે રાત્રીના સમયે તો આજુ બાજુ ના ગામ લોકો ને તથા આજુ બાજુના વિસ્તાર ને સુભાષ વણકર તરફથી જણાવવાનુ કે રાત્રિના સમયે નીકણ વુ નહી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 44 લોકોએ લાઈક કરી હતી, 3 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.07.27-20-30-01.png

Facebook Post | Archive | Photo Archive | Video Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજમાં સર્ચ કરતાં નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.07.27-21-00-33.png

Archive

ઉપરના તમામ પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે આ વીડિયો ડભોઈ સ્થિત પેટ્રોલ પંપનો હોવાની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ ઉપરના પરિણામોમાં અમને 18 જુલાઈ, 2019 ના રોજ વીટીવી ગુજરાતી દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તમે જોઈ શકો છો. આ વીડિયો સમાચાર સાથે એવી માહિતી પણ આપવામાં આવી હતી કે, અમરેલીના ખાંભામાં મોડી રાત્રે બે સિંહોએ લટાર મારતા લોકોમાં ભયનો માહોલ. આ સમાચાર પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે કરવામાં આવેલા દાવા મુજબ વીડિયોમાં વાઘ નહીં પરંતુ સિંહ દ્રશ્યમાન થાય છે તેમજ આ વીડિયો ડભોઈનો નહીં પરંતુ અમરેલીના ખાંભાનો છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.vtvgujarati.com-2019.07.27-21-13-00.png

Archive

અમારી વધુ તપાસમાં અમને વીટીવી ગુજરાતી દ્વારા 18 જુલાઈ, 2019 ના રોજ યુટ્યુબ પર પણ આ વીડિયો સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાનું પ્રાપ્ત થયું હતું. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

આ ઉપરાંત પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અન્ય જગ્યાઓ પર પણ જુદા જુદા દાવા સાથે વાયરલ થયેલો જોવા મળ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

2019-07-28.png

પરિણામ

આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ વાઘ નહીં પરંતુ સિંહ દ્રશ્યમાન થાય છે તેમજ આ વીડિયો ડભોઈનો નહીં પરંતુ અમરેલીના ખાંભાનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ડભોઈ પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં દેખાયા વાઘ…? જાણો સત્ય

Fact Check By: Vikas Vyas 

Result: False