શું ખરેખર અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની કેન્ટીનનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Kakiwala Vasimahmed AbdulRazak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. Sola civil hospital A,bad” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 421 લોકો દ્વારા આ વિડિયોને નિહાળવામાં આવ્યો હતો. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની કેન્ટિનનો છે. જ્યાં પ્લાસ્ટિક સાઈસ આપવામાં આવી રહ્યા છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને STAR MARATHI નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 નવેમ્બર 2017ના શેર કરવામાં આવેલી આ પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. मारकेट मध्दे प्लाँष्टीक चे तादुळ (भात) सावधान हा व्हीडीओ शेयर करा શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ સાથે પણ આ વિડિયો જ શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી એ સાબિત થઈ ગયુ હતુ કે, આ વિડિયો હાલનો તો નથી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અમે યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને Chandigarh Live નામની યુટ્યુબ ચેનલ દ્વારા “Sector 16 hospital Chandigarh serving plastic rice please share this video as much you can . This may affect the health of many poor patients who come here for good health.” લખાણ હેઠળ 23 નવેમ્બર 2017ના આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થઈ ગયુ હતુ કે, આ વિડોયો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલનો નહિં પરંતુ ચંદિગઢની હોસ્પિટલનો છે. તેથી અમે ગૂગલ પર લખતા “Sector 16 hospital Chandigarh serving plastic rice” અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને Hamdard media Group Canada દ્વારા તારીખ 30 ઓક્ટોબર 2019ના પ્રસારિત એક વિડિયો પ્રાપ્ત થયો હતો. શીર્ષક “Fake Rice Truth | Chandigarh Hospital ਦੇ ਪਲਾਸਟਿਕ ਦੇ ਚੌਲਾਂ ਦਾ ਸੱਚ.. | Chandigarh News” હેઠળ શેર કરવામાં આવેલા આ વિડિયોમાં ચંદિગઢની સેકટર 16 સિવિલ હોસ્પિટલના ફૂડ સેફ્ટી ઓફિસર સરદાર સુખવિન્દર સિંઘ સાથે વાત કરવામાં આવી હતી.  જેમાં તેઓએ પ્લાસ્ટિકના રાઈસ હોવાની વાતને નકારી છે તેમજ તેમણે લેબોરેટરી રિપોર્ટ પણ કરાવ્યો હોવોનું તેમજ આ વિડિયો બનાવનાર સામે પગલા લેવા SSPને અરજી પણ આપી હોવાનું જણાવી રહ્યા છે. જે રિપોર્ટ તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમદાવાદનો નહિં પરંતુ ચંદિગઢનો છે. તેમજ વિડિયોમાં જે પ્લાસ્ટિક રાઈસની વાત કરવામાં આવી છે. તે પણ ખોટી હોવાનું હોસ્પિટલના ફૂડ સેફટી ઓફિસરે જણાવ્યુ છે. તેમજ વિડિયો બનાવનાર શખ્સ સામે SSPને અરજી આપી હોવાનું પણ જણાવવામાં આવ્યુ છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમદાવાદનો નહિં પરંતુ ચંદિગઢનો છે. તેમજ વિડિયોમાં જે પ્લાસ્ટિક રાઈસની વાત કરવામાં આવી છે. તે પણ ખોટી હોવાનું હોસ્પિટલના ફૂડ સેફટી ઓફિસરે જણાવ્યુ છે. તેમજ વિડિયો બનાવનાર શખ્સ સામે SSPને અરજી આપી હોવાનું પણ જણાવવામાં આવ્યુ છે. 

Avatar

Title:શું ખરેખર અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની કેન્ટીનનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False