
ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિવસે-દિવસેને વધી રહ્યો છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં પણ અફવાઓને લઈ સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન ગુજરાત સરકારે સીટી સ્કેનના ભાવ રૂપિયા 3000 નક્કી કર્યા છે. આ વચ્ચે હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “રાજસ્થાન સરકાર દ્વારા કોરોના દર્દીઓ માટે સીટી સ્કેનના ચાર્જ 350 રૂપિયા ફિક્સ કરવામાં આવ્યા.”
ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, રાજસ્થાન સરકાર દ્વારા કોરોનાના પરિક્ષણ માટે થતા RTPCR ટેસ્ટના ભાવ (350 રૂપિયા) જ નક્કી કર્યા છે. સીટી સ્કેન માટે વર્ષ 2020માં રાજસ્થાન સરકાર દ્વારા 1955 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Mayur Thakkar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાજસ્થાન સરકાર દ્વારા કોરોના દર્દીઓ માટે સીટી સ્કેનના ચાર્જ 350 રૂપિયા ફિક્સ કરવામાં આવ્યા.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને અમરઉજાલાનો તારીખ 18 એપ્રિલ 2021નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલ અનુસાર “રાજસ્થાન સરકાર દ્વારા આરટીપીસીઆર ટેસ્ટનો ભાવ 350 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.”
તેમજ રાજસ્થાન સરકારની હેલ્થ વેબસાઈટ પર પણ આ અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં પણ જણવવામાં આવ્યુ હતુ કે, “આરટીપીસીઆર ટેસ્ટનો ભાવ ઘટાડી અને રૂપિયા 350 નક્કી કરવામાં આવ્યો છે.”
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે રાજસ્થાન સ્વાસ્થય વિભાગના એડિશનલ ડાયરેક્ટર રવિ પ્રકાશ શર્માનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ માહિત તદ્દન ખોટી છે. આટીપીસીઆર ટેસ્ટના ભાવ જ નક્કી કરવામાં આવ્યા છે. જે 350 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. સિટિ સ્કેનના ભાવ ગત સપ્ટેમ્બર મહિનામાં જ નક્કી કરવામાં આવ્યા હતા. સિટિ સ્કેનના 1700 અને 1955 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે.”
નવભારત ટાઈમ્સ દ્વારા આ અંગે અહેવાલ પ્રસારિત કરી માહિતી આપી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રાજસ્થાન સરકાર દ્વારા કોરોનાના પરિક્ષણ માટે થતા RTPCR ટેસ્ટના ભાવ (350 રૂપિયા) જ નક્કી કર્યા છે. સીટી સ્કેન માટે વર્ષ 2020માં રાજસ્થાન સરકાર દ્વારા 1955 અને 1700 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.

Title:શું ખરેખર રાજસ્થાનમાં કોરોના દર્દીઓ માટે સિટિ સ્કેનના ચાર્જ 350 નક્કી કરવામાં આવ્યા છે…?
Fact Check By: Yogesh KariaResult: Misleading
