તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિવાળીના તહેવાર પ્રસંગે મિઠાઈ બનાવવાના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક મિઠાઈની ફેક્ટરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તો નકલી મિઠાઈ બનવાનું શરુ થઈ ગયું છે આ વીડિયો નકલી મિઠાઈ બનાવી રહેલી ફેક્ટરીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં નકલી મિઠાઈ બનાવી રહેલી ફેક્ટરીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષો જૂનો છે. આ વીડિયો વર્ષ 2021 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પરલોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 30 ઓક્ટોમ્બર, 2023ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, દિવાળીની મિઠાઈ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે બધાય ધરાઇને ખાજો. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તો નકલી મિઠાઈ બનવાનું શરુ થઈ ગયું છે આ વીડિયો નકલી મિઠાઈ બનાવી રહેલી ફેક્ટરીનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ વીડિયો સાથેના સમાચાર News Live Rajasthan દ્વારા 21 ઓક્ટોમ્બર, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

ઉપરોક્ત વીડિયો સાથેના સમાચાર અમને અન્ય સોશિયલ મીડિયા પર પણ પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. dailymotion.com | patrika.com

ત્યાર બાદ અમારી તપાસને આગળ વધારતાં અમને આજ વીડિયો 21 ઓક્ટોમ્બર, 2022 ના રોજ એક ફેસબુક યુઝર દ્વારા પણ ફેસબુક પર મૂકવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નકલી મિઠાઈ બનાવી રહેલી ફેક્ટરીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષો જૂનો છે. આ વીડિયો વર્ષ 2021 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પરલોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો નકલી મિઠાઈની ફેક્ટરીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: False