જાણો ટ્રેનના પાટા પર રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Missing Context સામાજિક I Social

તાજેતરમાં ઓડિશાના બાલાસોર ખાતે ભયાનક રેલ દુર્ઘટના બની હતી. જેમાં ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે સોશિયલ મીડિયા આ ઘટના અંગેના ઘણા બધા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં એક વ્યક્તિ રેલવે ટ્રેક પર રેલવેની નીચેથી ગેસની બોટલ નીકાળી રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં હલ્દ્વાની ખાતે રેલવે ટ્રેક પર કોઈ અજાણ્યા વ્યક્તિએ ટ્રેનની નીચે ગેસની બોટલ ફેંકી હતી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં બનેલી ઘટનાનો નહીં પરંતુ વર્ષ 2022 માં હલ્દ્વાની ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

मनोज हिंदुस्तानी નામના ફેસબુક યુઝર દ્વારા 20 મે, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કલ હલ્દવાની મે એક અંજાન વ્યક્તિને ચલતી ટ્રેન કે નીચે ગેસ કા ભરા હુઆ સિલેન્ડર ફેકા….. લેકિન ઈશ્વર કી કૃપા સે કોઈ હતાહત નહીં હુઈ….. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં હલ્દ્વાની ખાતે રેલવે ટ્રેક પર કોઈ અજાણ્યા વ્યક્તિએ ટ્રેનની નીચે ગેસની બોટલ ફેંકી હતી તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેની એક ટ્વિટના જવાબમાં આરપીએફ નોર્થ ઈસ્ટર્ન રેલવે દ્વારા આપવામાં આવેલો જવાબ પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો એક વર્ષ જૂનો છે અને આ ઘટનામાં કેસ પણ થયો હતો. ટ્વિટમાં કેસ નંબરની માહિતી પણ આપવામાં આવી છે.

અમારી વધુ તપાસમાં અમને ઈટીવી ભારત દ્વારા 6 જૂન, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એક વર્ષ જૂની ઘટનાનો હોવાથી પોલીસ દ્વારા તેને શેર ન કરવાની અપીલ કરવામાં આવી હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં બનેલી ઘટનાનો નહીં પરંતુ વર્ષ 2022 માં હલ્દ્વાની ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો ટ્રેનના પાટા પર રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas 

Result: Missing Context