Fact Check: ભાજપાના પૂર્વ ધારાસભ્યનો જૂનો વિડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય….

Missing Context રાજકીય I Political રાષ્ટ્રીય I National

આ વિડિયો વર્ષ 2017નો છે. ત્યારે યતીન નરેન્દ્રભાઈ ઓઝા ભાજપમાં ન હતા, તેઓ આમ આદમી પાર્ટીમાં હતા.

ગુજરાતની આગામી ચૂંટણીને લઈને ખોટા દાવાઓ સાથે ઘણા જૂના વિડિયો અને ફોટો શેર કરવામાં આવી રહી છે. ફેક્ટ ક્રેસેન્ડો આવા ઘણા દાવાઓનું ફેક્ટ-ચેકિંગ કરી રહ્યું છે. આ દરમિયાન સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે એક વ્યક્તિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિશે વાત કરતા સાંભળી શકો છો. આ વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તાજેતરમાં જ ગુજરાતના એક બીજેપી ધારાસભ્યએ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો પર્દાફાશ કર્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Hitesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓક્ટોબર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તાજેતરમાં જ ગુજરાતના એક બીજેપી ધારાસભ્યએ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો પર્દાફાશ કર્યો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સર્ચ કરીને આ વિડિયો ચેક કર્યો. અમને સુપ્રિમ કોર્ટના વકિલ પ્રશાંત ભૂષણના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવેલો આ જ વિડિયો મળ્યો. તેણે એવો પણ દાવો કર્યો છે કે આ વિડિયો અત્યારનો છે અને ભાજપના ધારાસભ્યએ વડાપ્રધાન અને અમિત શાહ વિશે વાત કરી છે. તમે નીચે આ ટ્વિટ જોઈ શકો છો.

Archive

પછી અમે નીચે આપેલી ટિપ્પણીઓ પર નજર નાખી, ત્યાં અમને 26 ઓક્ટોબરના રોજ સ્પર્શ ઉપાધ્યાય નામના પત્રકાર દ્વારા કરવામાં આવેલુ એક ટ્વિટ મળ્યું. તેમાં તેણે જણાવ્યું છે કે આ વિડિયો તેણે વર્ષ 2017માં તરીકે બનાવ્યો હતો. આ રહ્યો યતિન ઓઝાના ઈન્ટરવ્યુનો વિડિયો. તેણે એમ પણ કહ્યું છે કે તેણે આ ઈન્ટરવ્યુ જનચોક નામની ન્યૂઝ ચેનલ દ્વારા લીધો હતો. તમે તેની ટ્વિટ નીચે જોઈ શકો છો. 

Archive

પછી આ વાતને ધ્યાનમાં રાખીને અમે જનચોકની યુટ્યુબ ચેનલ પર આ વિડિયો સર્ચ કર્યો. અમને 12 ડિસેમ્બર 2017ના રોજ પ્રસારિત થયેલો તે જ વિડિયો મળ્યો. તેમની સાથે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, આ ઈન્ટરવ્યુમાં યતિન ઓઝાએ અમિત શાહ અને નરેન્દ્ર મોદી વિશે ઘણી રાજકીય વાતોનો ખુલાસો કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે બંને રાજકીય ફાયદા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

Archive

યતિન ઓઝાનો રાજકીય ઇતિહાસ શું છે.?

યતિન ઓઝા ઓઝા પક્ષ બદલવા માટે જાણીતા છે ઓઝા રાજકીય પક્ષો બદલવાનો ભૂતકાળ ધરાવે છે. 1995માં તેઓ સાબરમતીમાંથી ભાજપની ટિકિટ પર કોંગ્રેસના તત્કાલીન નેતા નરહરિ અમીનને ચૂંટણીમાં હરાવીને ધારાસભ્ય બન્યા હતા. જો કે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સાથે ન બનતા તેમની સામે પડયા હતા. તો પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા માટે પણ અશોભનીય શબ્દો વાપર્યા હતા. ત્યારબાદ તેમણે ભાજપ સાથે છેડો ફાડીને રાજીનામુ આપ્યું હતું. તે પછી કોંગ્રેસમાં જઇને મણિનગરની ટિકિટ મેળવીને મોદી સામે જ ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમની કારમી હાર થઇ હતી. પાછળથી કોંગ્રેસથી પણ છેડો ફાડી નાખ્યો હતો અને ફરી ભાજપમાં જોડાઇને પ્રવક્તા બન્યા હતા. છેલ્લે 2012માં તેમને વિધાનસભાની ચૂંટણી લડવી હતી પરંતુ ભાજપે ટિકિટ ન આપતા ફરી ભાજપ છોડી દીધું હતું. હવે આપમાં કેટલો સમય રહેશે તેની પર રાજકીય વર્તુળોની નજર છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, યતિન ઓઝાનો આ વિડિયો 5 વર્ષ જૂનો છે. તેમજ તેમણે ભાજપા છોડી તેનો પણ ઘણો સમય થઈ ગયો છે. હાલમાં તેઓ ધારાસભ્ય પણ નથી અને તેમણે આ પ્રકારે કોઈ નિવેદન પણ આપ્યુ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fact Check:ભાજપાના પૂર્વ ધારાસભ્યનો જૂનો વિડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Missing Context