આ ઘટના ફેબ્રુઆરી 2023માં બનવા પામી હતી. અમેરિકાના વોશિંગ્ટન અને ઓરેગોનમાં દરિયાઈ તોફાન વચ્ચે ફસાયેલ બોટનો આ વીડિયો છે.

બિપોરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારે વસતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમજ આ વાવાઝોડું આગામી 48 કલાકમાં કચ્છના દરિયા કિનારે પટકાવા જઈ રહ્યુ છે. ત્યારે સોશિયલ મીડિયામાં ઘણા સાચા-ખોટા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દરિયાની વચ્ચે બોટ ફસાયેલી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બિપોરજોય વાવાઝોડાના કારણે આ બોટ દરિયાની વચ્ચે ફસાયેલી છે, તેમજ આ દ્રશ્યો બિપોરજોય વાવાઝોડાના છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Charlie ચાર્લી चार्ली צ'רלי નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 જૂન 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બિપોરજોય વાવાઝોડાના કારણે આ બોટ દરિયાની વચ્ચે ફસાયેલી છે, તેમજ આ દ્રશ્યો બિપોરજોય વાવાઝોડાના છે.”

Twitter | Twitter post Archive | Twiitter Archive | Twitter video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને Yahoo.com દ્વારા 4 ફેબ્રુઆરી 2023ના પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં સંપૂર્ણ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “વોશિંગ્ટન અને ઓરેગોનમાં ભારે મોજાં આવતાં એક તરવૈયા બોટ બચાવ કરવામાં આવ્યો હતો.

Yahoo.com | Archive

તેમજ વધુ તપાસ કરતા અમને The Telegraph અને Haulover દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “વોશિંગ્ટન અને ઓરેગોનમાં ભારે મોજાં આવતાં કોસ્ટ ગાર્ડના રેસ્ક્યુ સ્વિમર પ્રોગ્રામ મારફતે બોટ પરના લોકોનો હેલિકોપ્ટર દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, તોફાનમાં ફસાયેલી આ બોટનો વાયરલ વીડિયો ફેબ્રુઆરી 2023માં અમેરિકાના વોશિંગ્ટન અને ઓરેગોનમાં દરિયાઈ તોફાન વચ્ચે ફસાયેલ બોટનો છે. વાયરલ વીડિયાઓને બિપરજોય વાવઝોડા સાથે કોઈ લેવા-દેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:દરિયામાં ફસાયેલ બોટના જૂના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False