તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અભિનેત્રી તેમજ ભાજપની નેતા કંગના રાણાવતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંગના રાણાવત દ્વારા ગુલાબથી સ્વાગત કરતાં તેઓએ ઈન્કાર કરી દીધો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અભિનેત્રી તેમજ ભાજપની નેતા કંગના રાણાવતનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો અને અધૂરો છે. વાસ્તવિક વીડિયોમાં જ્યારે કંગના રાણાવત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુલાબથી સ્વાગત કરે છે ત્યારે પહેલાં તે બે હાથ જોડે છે અને પછી ગુલાબનો સ્વીકાર કરે છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 28 મે, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંગના રાણાવત દ્વારા ગુલાબથી સ્વાગત કરતાં તેઓએ ઈન્કાર કરી દીધો.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને લાઈવ હિંદુસ્તાન દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સાથેના સમાચાર 24 મે, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કંગના રાણાવતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુલાબ આપીને કર્યું સ્વાગત.

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. abplive.com | amarujala.com

વધુમાં અમને એ જાણવા મળ્યું હતું કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશની મંડી સીટ પરની ઉમેદવાર કંગના રાણાવતના પ્રચાર માટે 24 મે, 2024 ના રોજ મંડી ગયા હતા તે સમયનો આ વીડિયો છે. આ સંપૂર્ણ વીડિયો તમે નરેન્દ્ર મોદીના સત્તાવાર યુટ્યુબ પર જોઈ શકો છો. આ વીડિયોમાં તમે 1.32 મિનિટ પછી વાયરલ વીડિયોના દ્રશ્યો જોઈ શકો છો.

નીચે તમે વાયરલ વીડિયો અને ઓરિજીનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અભિનેત્રી તેમજ ભાજપની નેતા કંગના રાણાવતનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો અને અધૂરો છે. વાસ્તવિક વીડિયોમાં જ્યારે કંગના રાણાવત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુલાબથી સ્વાગત કરે છે ત્યારે પહેલાં તે બે હાથ જોડે છે અને પછી ગુલાબનો સ્વીકાર કરે છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંગના રાણાવત દ્વારા ગુલાબથી સ્વાગત કરતાં ઈન્કાર કર્યો હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: Altered