
વિકાસ નું બેસણુ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2019 એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ABVP મતલબ ભાજપ સંઘના કાર્યકર પોલીસના વેશમાં આવી ગયા… પછી ભાઈ દંગા જ થવાના ને..? શેયર કરજો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 336 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 25 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 95 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોલીસના સ્વાંગમાં ABVPના કાર્યકરે જામિયામાં વિદ્યાર્થી છાત્ર પર લાઠી ચાર્જ કર્યો હતો.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. આ ફોટો ભારતમાં ખૂબ જ વાયરલ થઈ ગઈ હતી. જેના કારણે પોલીસે આ બાબતે ખુલાસો કરવો પડ્યો હતો. દિલ્હી પોલીસે આ વાતનો ખુલાસો કર્યો હતો કે, આ બંને ફોટા અલગ વ્યક્તિના છે. સાદા ડ્રેસમાં રહેલો આ યુવાન દિલ્હી પોલીસનો કર્મચારી હતો. દક્ષિણ પૂર્વ દિલ્હીના ડીસીપી ચિન્મય બિસ્વાલે કહ્યું કે સોશિયલ મીડિયામાં ભરત શર્માની પ્રોફાઇલ સાથે આ ફોટોને ફેલાવવામાં આવી રહ્યો છે પરંતુ કોન્સ્ટેબલને ભરત શર્મા સાથે કોઈ લેવા-દેવા નથી. સાદા કપડા પહેરેલો માણસ પોલીસ કોન્સ્ટેબલ છે અને પોલીસ દળ છે.
દક્ષિણ પૂર્વ દિલ્હીના ડીસીપી ચિન્મય બિસ્વાલે આપેલુ નિવેદન પણ તમે નીચે સાંભળી શકો છો.
તેમજ અમને હિન્દુસ્તાન ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ કોન્સ્ટેબલ AATS ટીમનો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ અને એએટીએસના ઇન્સ્પેક્ટર લવ એટ્રેએ જણાવ્યું હતું કે “વિરોધ પ્રદર્શન જ્યારે હિંસામાં ફેરવાયુ ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અંકુશમાં રાખવા માટે તેમની ટીમને અચાનક બોલાવવામાં આવી હતી. અને આ કોન્સ્ટેબલ પણ તેમની જ ટીમમાં હતો.”

ANI દ્વારા પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ કુમાર જોડે પણ વાત કરવામા આવી હતી. અરવિંદ કુમારે જણાવ્યુ હતુ કે, “તે ઘટના સમયે, હું સાદા ડ્રેસમાં હતો. આજે સવારે મને સમજાયું કે સોશિયલ મીડિયામાં મારા વિશે ખોટી માહિતી ફેલાઈ રહી છે. જ્યારે હું સૂરીયા હોટલ પાસે ઉભો રહ્યો હતો ત્યારે કેટલાક લોકોએ મારી તસવીરો ખેંચી હતી.”

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર તરીકે સોશિયલ મીડિયામાં પ્રોફાઇલ ધરાવતા ભરત શર્મા અને દિલ્હી પોલીસ દળના કર્મચારી અરવિંદ કુમાર બંને અલગ વ્યક્તિ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર તરીકે સોશિયલ મીડિયામાં પ્રોફાઇલ ધરાવતા ભરત શર્મા અને દિલ્હી પોલીસ દળના કર્મચારી અરવિંદ કુમાર બંને અલગ વ્યક્તિ છે.

Title:શું ખરેખર ABVPનો કાર્યકર્તા પોલીસના વેશ ધારણ કરી વિદ્યાર્થી પર લાઠી ચાર્જ કરી રહ્યો હતો..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
