દિલ્હી ભાજપાના નામે વાયરલ થઈ રહ્યો ખોટો પત્ર… જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Umesh Raval નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. દુનિયા ની સૌથી મોટી પાર્ટી એ દિલ્લી માં કેજરીવાલ સામે ચૂંટણી પહેલા જ હાર સ્વીકારી લીધી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 85 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ જણાવ્યો હતો. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, દિલ્હીમાં ભાજપે ચૂંટણી પહેલા જ હાર સ્વિકારી લીધી જે વાતનો સ્વિકાર મનોજ તિવારી દ્વારા દિલ્હી ભાજપાના લેટર પેડ પર કરવામાં આવ્યો.

Facebook | Archive

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે એ શોધવા પ્રયત્ન કર્યો હતો કે, દિલ્હી ચૂંટણીને લઈ મનોજ તિવારી દ્વારા જે.પી.નડ્ડાને કોઈ પત્ર લખવામાં આવ્યો છે કે કેમ, પરંતુ અમને કોઈ ખાસ પરિણામો પ્રાપ્ત થયા ન હતા. જો કે આ ગૂગલ સર્ચ દરમિયાન અમને આજતકની વેબસાઈટ પર દિલ્હી ભાજપાને લગતો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં દિલ્હી ભાજપા પ્રદેશના લેટર પેડ મળ્યુ હતુ. અમે ભાજપા ના દિલ્હી પ્રદેશના લેટર પેડ અને મનોજ તિવારીના નામે વાયરલ પત્રની સરખામણી કરી હતી. આ તુલનાત્મક વિષ્લેષણમાં અમને બંને પત્રોમાં ઘણો અંતર જોવા મળ્યો.

પત્રની ડાબી બાજુ અને ભાજપાના ચૂંટણી ચિન્હ કમળના રંગ બંને પત્રોમાં અલગ છે. આ સિવાય વાઈરલ ખોટા પત્રમાં કમળની ડાબી બાજુ ભગવા અને લીલા રંગની પટ્ટી પણ દેખાતી નથી. તેમજ ઓરિજનલ લેટર પેડમાં ભાજપા દિલ્હી પ્રદેશ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં લખેલું જોવા મળે છે. જ્યારે ખોટા લેડર પેડમાં આ પ્રકારે નથી. 

ખોટા લેડર પેડમાં ભાજપા મુખ્યાલયનું એડ્રેસ લખેલું છે. જ્યારે દિલ્હી ભાજપાના ઓરિજનલ લેટર પેડમાં સ્ટેટ ઓફિસનું એડ્રેસ લખેલું જોવા મળી રહ્યુ છે. જે 14 પંડિત પંત માર્ગ પર સ્થિત છે. 

ARCHIVE

ફેક્ટ ક્રેસન્ડો દ્વારા ભાજપા સોશિયલ મિડિયા અને આઈટી સેલના સંયોજક નીલકંઠ બક્સીનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “વાયરલ લેટર એકદમ ખોટો છો. 2014ની ચૂંટણીથી જ ભાજપે તેના ચૂંટણી નિશાનમાં બદલાવ કર્યો છે. તેમજ અમે આ ખોટા લેટર સામે અમે દિલ્હી પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી છે.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સોશિયલ મિડિયામાં ફરી રહેલ પત્ર ખોટો છે. જે અંગે દિલ્હી પોલીસમાં ફરિયાદ પણ ભાજપા દ્વારા નોંધાવવામાં આવી છે.

Avatar

Title:દિલ્હી ભાજપાના નામે વાયરલ થઈ રહ્યો ખોટો પત્ર… જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False