આદમપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને 3420 મત મળ્યા હતા. 579 મત જ મળ્યા હોવાની વાત તદ્દન ખોટી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હરિયાણાની આદમપુર બેઠક પર યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ આવ્યા હતા. જેમા ભાજપાના ઉમેદવાર ભવ્ય બિશ્નોયનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આમ આદમી પાર્ટીના આદમપુર સીટ પરના ઉમેદવારને માત્ર 579 મત જ મળ્યા હતા.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
હિન્દૂ સૂટર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 નવેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આમ આદમી પાર્ટીના આદમપુર સીટ પરના ઉમેદવારને માત્ર 579 મત જ મળ્યા હતા.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “આદમપુર સીટ ભાજપના ભવ્ય બિશ્નોઈએ 67,492 (51.32 ટકા) મતો મેળવીને પેટાચૂંટણી જીતી હતી, જ્યારે તેમના નજીકના હરીફ, કોંગ્રેસના જય પ્રકાશ-જે સામાન્ય રીતે જેપી તરીકે ઓળખાય છે-ને 51,752 (39.35 ટકા) મત મળ્યા હતા. INLDના કુર્દા રામ નંબરદારને 5,248 (3.99 ટકા) મત મળ્યા, જ્યારે AAPના સતેન્દર સિંહ માત્ર 3,420 (2.6 ટકા) મતો મેળવી શક્યા.”

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ઇલેક્શન કમિશનની વેબસાઈટ પર પ્રસારિત રિઝલ્ટ પ્રાપ્ત કર્યુ હતુ. જેમાં માહિતી આપવામાં આવેલી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના સતેન્દર સિંહને કુલ મતના 2.6 ટકા મત મળ્યા હતા એટલે કે 3420 મત મળ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, આદમપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને 3420 મત મળ્યા હતા. 579 મત જ મળ્યા હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:આદમપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને 3241 વોટ મળ્યા છે… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Missing Context
