આ 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના મતદાન દરમિયાન લેવામાં આવેલો જૂનો વીડિયો છે. જે ફેબ્રુઆરી 2022માં યોજાઈ હતી.

2024ની સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઉત્તર પ્રદેશની આઠ બેઠકો પર મતદાન થઈ હતુ. આની વચ્ચે, નકલી મત આપવાના પ્રયાસ માટે પોલીસે બે બુરખા પહેરેલી મહિલાઓને પકડવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમાં ઉત્તર પ્રદેશ પોલીસ છેતરપિંડી કરનારા મતદારો સાથે વ્યવહાર કરે છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 19 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો લોકસભા 2024ના મતદાન દરમિયાન પકડાયેલ નકલી વોટરનો છે.”

Instagram | In post Archive | In video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ અને રિવર્સ ઇમેજ સર્ચ કરીને અમારી તપાસ શરૂ કરી હતી અને પરિણામોમાં અમને 15 ફેબ્રુઆરી 2022ના રોજ અપલોડ કરાયેલા સમાન વીડિયો ધરાવતી ફેસબુક પર પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, "રામપુરમાં પોલીસે બોગસ મતદાનના પ્રયાસમાં બુરખા પહેરેલી મહિલાઓને પકડી પાડી, માર માર્યો અને સ્થળ પર જ ધરપકડ કરી હતી. #UPElections2022.

અમને જાણવા મળ્યું કે તે જ વીડિયો ટ્વિટર પર પણ સમાન વિગતો સાથે શેર કરવામાં આવ્યો હતો.

Archive

તેમજ વધુ તપાસ કરતા, અમને ફેબ્રુઆરી 2022 ના ઘણા સમાચાર અહેવાલો મળ્યા જેમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશના રામપુરમાં બનેલી ઘટના વિશે અહેવાલ આપવામાં આવ્યો હતો. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન નકલી મત આપવાનો પ્રયાસ કરતી વખતે બે બુરખા પહેરેલી મહિલાઓ પકડાઈ હતી.

Archive

અહેવાલો અનુસાર, મુસ્કાન અને રાની નામની બે મહિલાઓ નકલી વોટ નાખતી જોવા મળી હતી. તેમાંથી એકે તો બોગસ મત પણ ખેંચ્યો હતો. આ ઘટના રામપુરના જીઆરપી કોલેજના મતદાન કેન્દ્રમાં બની હતી. પોલીસે તેમની સામે ગુનો પણ દાખલ કર્યો હતો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં લોકસભા ચૂંટણી દરમિયાનનો નહીં પરંતુ વર્ષ 2022માં યુપીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાનનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake Voting: લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણ દરમિયાન ફર્જી વોટિંગ કરતી મહિલા પકડાય...? જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False