તેલંગણાના ટી રાજા સામેની કાર્યવાહીના વિરોધના વિડિયોને યુપીના વિડિયોના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

આ વિડિયો યુપીનો નહિં પરંતુ તેલંગણાના હૈદરાબાદ અને નલગોંડા શહેરનો ઓગસ્ટ 2022નો વિડિયો છે. આ વિડિયોને યુપીને સાથે કોઈ લેવા દેવ નથી.

ટી રાજાની ઓગસ્ટ મહિનામાં હૈદરાબાદ પોલીસ દ્વારા પૈગંબર મોહમ્મદ વિરૂદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી માટે ધરપકડ કરવામાં આવી હતી, જેના પગલે તેમને પક્ષ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમની સામે કડક કાર્યવાહી કેમ ન કરવી જોઈએ તે અંગે દસ દિવસમાં જવાબ રજૂ કરવા જણાવ્યું હતું.

જે બાદ તેલંગણામાં તેમનો વિરોધ થયો હતો. હાલમાં બે વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કથિત રૂપે આરએસએસ વિરૂદ્ધ સુત્રોચાર કરી રહેલા લોકોને જોઈ શકાય છે. તેમજ બીજા વિડિયોમાં જોવા મળે છે કે પોલીસ દ્વારા અન્ય યુવકોને માર મારવામાં આવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને વિડિયો યુપીના છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhavesh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને વિડિયો યુપીના છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પહેલા વિડિયોને ધ્યાનથી જોતા અમને એક દુકાનનું નામ વાંચવા મળ્યુ હતુ, જેમા Royal Times House લખેલુ જોવા મળે છે. જે તમે નીચે જોઈ શકો છો.

જે અંગે અમે ગૂગલ પર વધુ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ કે આ શોપ તેલંગણાના નગગોંડા શહેરમાં રામગીરી રોડ પર આવેલી પ્રકાશ બજારમાં આવેલી છે. જે તમે નીચે જોઈ શકો છો.

Justdial

જે અંગે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, મિડિયા હાઉસ દ્વારા પણ આ સમાચારને પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેમા માહિતી આપવામાં આવી હતી કે,  “તેલંગાણા પોલીસે ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ ધારાસભ્ય ટી રાજા સિંહ સામેની રેલી દરમિયાન આરએસએસ સ્વયંસેવકોની હત્યા માટે બોલાવતા સૂત્રોચ્ચાર કરવા બદલ કલીમ ઉદ્દીનની ધરપકડ કરી હતી. નલગોંડાના પોલીસ અધિક્ષક (SP) રેમા રાજેશ્વરીએ જણાવ્યું હતું કે તેમની સામે આઈપીસીની કલમ 153, 295(A) અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

તેમજ આ અંગે વધુ સર્ચ કરતા અમને એએનઆઈ દ્વારા કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “નાલગોંડામાં સસ્પેન્ડ કરાયેલા ભાજપના ધારાસભ્ય રાજા સિંહ સામેની રેલી દરમિયાન, કલીમ ઉદ્દીન નામના વ્યક્તિએ આરએસએસ વિરૂદ્ધ અપમાનજનક સૂત્રોચ્ચાર કર્યા હતા, જેનો અન્ય લોકો દ્વારા પડઘો પાડવામાં આવ્યો હતો. આ આરોપીની ઓળખ કરી ધરપકડ કરવામાં આવી હતી. કલમ 153, 295a અને 506 હેઠળ કેસ નોંધાયેલ: નલગોંડા એસપી રેમા રાજેશ્વરી.” 

Archive

આમ પહેલો વિડિયો યુપીનો નહિં પરંતુ તેલંગણાના નલગોંડા શહેરનો છે.

ત્યારબાદ અમે ગૂગલ પર બીજા વિડિયો અંગે સર્ચ કરતા અમને હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રકાશિત કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં વાયરલ વિડિયો માંના દ્રશ્યો જોવા મળ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આ વિડિયો સાથે માહિતી આપવામાં આવી હતી કે, “મોડી રાતે હૈદરાબાદને હચમચાવી નાખ્યું કારણ કે હજારો લોકો સસ્પેન્ડ કરાયેલા બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહ વિરૂદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા. 10-મિનિટના વિડિયોમાં પૈયગંબર મોહમ્મદ વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ટી રાજા સિંહની તાત્કાલિક ધરપકડની માગણી કરી રહ્યા છે. પ્રદર્શન હિંસક બની જતાં વિરોધીઓ ટી રાજાના પૂતળાને સળગાવતા જોવા મળ્યા હતા. જૂના હૈદરાબાદના શાહ અલી બંદા વિસ્તારમાં તણાવ વધી જતાં પોલીસે કેટલાક દેખાવકારો પર લાઠીચાર્જ કરીને અટકાયત કરી હતી. પ્રતિકાત્મક ચારમિનાર પાસે વિશાળ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. દરમિયાન, તેલંગાણા બીજેપીના વડા બંદી સંજયે હિંસા માટે KCRને જવાબદાર ઠેરવતા કહ્યું કે સરકાર હૈદરાબાદ શહેરમાં તણાવનું કાવતરૂ ઘડી રહી છે.” 

તેમજ વન મિડિયા ન્યુઝ દ્વારા પણ તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર વાયરલ વિડિયોના દ્રશ્યો પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને વિડિયો તેલંગણા રાજ્યના છે. આ વિડિયો યુપીના હોવાની વાત તદ્દન ખોટી છે. યુપી સાથે આ વિડિયોને કોઈ લેવા-દેવા નથી. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:તેલંગણાના ટી રાજા સામેની કાર્યવાહીના વિરોધના વિડિયોને યુપીના વિડિયોના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False