પરેશધાનાણી નો સ્ટાર પ્રચારક નામના એક ફેસબુક યુઝર દ્વારા 20 એપ્રિલ, 2019ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખ્યું હતું કે, બળાત્કાર ભારતીય સંસ્ક્રુતિ નો ભાગ છે- કિરણ ખેર(BJP). તો મેડમ ને એક જ સવાલ કે આ તમારી સંસ્ક્રુતિ નો અનુભવ તમે કેટલી વાર કર્યો? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 152 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 2 લોકો દ્વારા તેના પર પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેમજ 22 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઘણા લોકો દ્વારા આ માહિતીને શેર કરવામાં આવી હતી જેથી તેનું સત્ય જાણવા અમે અમારી પડતાલ/તતપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Face book | Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ જો આ પ્રકારે કિરણ ખેર દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું હોય તો કોઈ ને કોઈ મીડિયા દ્વારા એ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય. એટલા માટે અમે ગુગલનો સહારો લીધો અને બળાત્કાર ભારતીય સંસ્કૃતિનો ભાગ છે : કિરણ ખેર સર્ચ કરતા અમને નીચેના પરિણામ પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.06.12-05-13-56.png

Google | Archive

ઉપરના પરિણામોમાં અમને ક્યાંય પણ કિરણ ખેર દ્વારા આ પ્રકારનું નિવેદન આપ્યું હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમારી વધુ તપાસ માટે અમે ફરી ગુગલ પર Kiran Kher Statement on Rape લખતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.06.12-05-21-20.png

Google | Archive

ઉપરના પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, ચંદીગઢમાં 17 નવેમ્બર, 2017 ના રોજ ઓટો રિક્ષા ચાલક અને તેના બે સાથીદારો દ્વારા 22 વર્ષની છોકરી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો એ સમયે કિરણ ખેર દ્વારા એક વિવાદિત નિવેદન આપ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં કિરણ ખેર દ્વારા જણાવાયું હતું કે, જ્યારે છોકરીને એ ખબર હતી કે, ઓટોમાં પહેલેથી જ 3 લોકો બેઠેલા છે તો તેણીએ ઓટોમાં બેસવું ના જોઈએ. તેમણે પોતાના અનુભવ વિશે પણ જણાવ્યું હતું કે, અમે પણ મુંબઈમાં જ્યારે પણ ટેક્ષી ભાડે લઈએ ત્યારે જે અમારી સાથે અમને મૂકવા આવ્યું હોય તેને અમે ટેક્ષી નંબર આપી દઈએ છીએ. કારણ કે, એક છોકરી હોવાને કારણે અમે પોતાને સુરક્ષિત રાખવા માંગીએ છીએ. આ અંગેના તમામ સમાચાર તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

Live HindustanNews 18Times of India
ArchiveArchiveArchive

ઉપરના પરિણામો પરથી એ સ્પષ્ટપણે સાબિત થઈ જાય છે કે, કિરણ ખેર દ્વારા ક્યારેય બળાત્કાર ભારતીય સંસ્કૃતિનો ભાગ છે એ પ્રકારનું કોઈ જ નિવેદન આપવામાં આવ્યું નથી.

અમારી વધુ તપાસમાં અમને સત્ય ડે દ્વારા પ્રસારિત કરવામાં આવેલો એક આર્ટિકલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. આ સમગ્ર અહેવાલ તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.satyaday.com-2019.06.12-05-43-09.png

Satya Day | Archive

આ ઉપરાંત અમને યુટ્યુબ પર 30 નવેમ્બર, 2017 ના રોજ એપીએન ન્યૂઝ દ્વારા કિરણ ખેરના આ નિવેદનનો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. 36 સેકન્ડના આ વીડિયોમાં કિરણ ખેર કહે છે કે, “बच्ची की समझदारी को भी मैं थोड़ा सा कहना चाहती हूंसारी बच्चियों कोकी आलरेडी जब कोई तीन आदमी बैठे हुए है उसके अंदर..तो आपको, बेटा, उसमे नहीं जाना चाहिए | मैं यह बात लड़कियों के सुरक्षा के लिए कह रही हूं | हम लोग भी कभी टैक्सी लेते थे.. मुंबई में भी..हम किसी न किसी को जो हमको साथ छोड़ने आता था उसको नंबर लिखा देते थे..टैक्सी का..की बेटा यह नंबर लिख लो..क्योंकि हमें अपनी सुरक्षा की चिंता थी और हमें सुरक्षित रहना था..यह बात मुझे एक लड़की के नाते याद है |” આ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

ગુગલના માધ્યમથી અમને 29 નવેમ્બર, 2017 ના રોજ ANI દવારા કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ. જેમાં એવું લખ્યું હતું કે, “#देखिये बीजेपी सांसद किरण खेर का कहना है कि उन्हें (चंडीगढ़ बलात्कार पीड़िता को) ऑटो रिक्शा पर नहीं चढ़ना चाहिए था, जब उसने तीन पुरुषों को उसमें बैठे देखा था |” (२९.११.१७)

Archive

કિરણ ખેરના આ નિવેદને મોટો વિવાદ ઉભો કર્યો હતો. આ નિવેદનનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના નેતા પવન કુમાર બંસલે ANI ને કહ્યું હતું કે, मैं आश्चर्यचकित हूं कि उन्होंने इस तरह का बयान कैसे दिया, ऐसा लगता है जैसे एक गंभीर मामले पर बड़ी साधारण प्रतिक्रिया दी है | इसके बजाय उन्हें यह बताने की आवश्यकता थी कि वह चंडीगढ़ को महिलाओं के लिए एक सुरक्षित स्थान किस तरह बनाने वालीं हैं |”

Archive

ઉપરોક્ત ટ્વિટની નીચે અમને ANI દ્વારા પ્રકાશિત કરવામાં આવેલો કિરણ ખેરનો જવાબ પણ મળ્યો હતો. જેમાં કિરણ ખેરે લખ્યું હતું કે, मैंने तो यह कहा था कि ज़माना बहुत ख़राब है, बच्चों को ऐतियात बरतना चाहिए | चंडीगढ़ पुलिस पीसीआर भेजती है अगर कोई लड़की रात में १०० नंबर पर फ़ोन करती है तो | इस बात का राजनीतीकरण नहीं होना चाहिए |”

Archive

અમારી વધુ તપાસમાં અમને જાણવા મળ્યું કે, કિરણ ખેર દ્વારા આપવામાં આવેલા આ જવાબનો વીડિયો ધ ક્વિન્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આ નિવેદન સાથેના સમાચારને ફર્સ્ટ પોસ્ટ દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ સમાચારના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કિરણ ખેરે કહ્યું કે, મેં એવું કહ્યું હતું કે, જમાનો ખૂબ જ ખરાબ છે.

https://lh6.googleusercontent.com/CKbdPLjoTcBlCXu37GXoURN2E41nqZ2iXNwNyufTMzfoFEyQUk18GYLN2Lwd1-hf-YjZU5XyNh0sGWJNknOdRSx7qr4rw0Xb0ZfWe57I_KiIQlZ_ZNQ7V5-2Wk20RbzapU2nVs5Y94LdhCZZ-g

First Post Archive

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અમારી પડતાલમાં ખોટો સાબિત થાય છે. કારણ કે, કિરણ ખેર દ્વારા ક્યારેય પણ એવું કહેવામાં નથી આવ્યું કે, બળાત્કાર ભારતીય સંસ્કૃતિનો ભાગ છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર કિરણ ખેરે એવું કહ્યું, બળાત્કાર ભારતીય સંસ્કૃતિનો ભાગ છે...? જાણો શું છે સત્ય...

Fact Check By: Dhiraj Vyas

Result: False