તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરસાદી પાણીમાં તણાઈ રહેલી ટ્રકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વરસાદી પાણીમાં તણાઈ રહેલી ટ્રકનો આ વીડિયો વડોદરાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વરસાદી પાણીમાં તણાઈ રહેલી ટ્રકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વડોદરાનો નહીં પરંતુ અમદાવાદ-કચ્છ હાઈવે પર બનેલી ઘટનાનો છે. આ વીડિયોને વડોદરા સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 30 ઓગષ્ટ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, વડોદરામાં પાણી ભારત ટ્ર્ક હાઇવે પર પાણીમાં પલ્ટી ગઈ. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વરસાદી પાણીમાં તણાઈ રહેલી ટ્રકનો આ વીડિયો વડોદરાનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર In Khabar દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 30 ઓગષ્ટ, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, અમદાવાદ-કચ્છ હાઈવે પર પાણીમાં ટ્રક તણાઈ.

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. IndiaNews.com | Indiainlast24hr.com | 24X7 Punjab

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વરસાદી પાણીમાં તણાઈ રહેલી ટ્રકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વડોદરાનો નહીં પરંતુ અમદાવાદ-કચ્છ હાઈવે પર બનેલી ઘટનાનો છે. આ વીડિયોને વડોદરા સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો વરસાદી પાણીમાં તણાઈ રહેલા ટ્રકના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: False