તાજેતરમાં સોશિયલ મીડિયા પર જમીનમાંથી પાણી સાથે નીકળી રહેલી આગના એક વીડિયોએ જોર પકડ્યું છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના જૂનાગઢ ખાતે જમીનમાંથી પાણી સાથે આગ નીકળી રહી છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ રાજસ્થાનના જોધપુરના કોર ગામ ખાતે બનેલી ઘટનાનો છે. જ્યાં કોર ગામ ખાતે જમીનમાંથી નીકળતા પાણી સાથે આગની જ્વાળાઓ નીકળતાં સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી. ત્યારે તંત્ર દ્વારા લોકોને ઘટનાસ્થળેથી 500 મીટર દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સુપર સ્ટાર નામના ફેસબુક યુઝર દ્વારા 11 મે, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જુનાગઢ બાજુમાં પાણી માથી આગ... નીકળે છે. . આ હવે દરેક વ્યક્તિને સત્ય તરફ મન વાળવાનો સંદેશો છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના જૂનાગઢ ખાતે જમીનમાંથી પાણી સાથે આગ નીકળી રહી છે તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને First India News Rajasthan દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 10 મે, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, રાજસ્થાનના જોધપુરના ગિલા કોર ગામ ખાતે જમીનમાંથી પાણીની સાથે આગ નીકળવાની ઘટના બનતાં સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી. ત્યાર બાદ તંત્રએ સ્થાનિક લોકોને ઘટનાસ્થળથી 500 મીટર દૂર રહેવાની ચેતવણી આપી હતી.

Archive

આજ માહિતી સાથેના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. hindi.asianetnews.com | dainikreporters.com | public.app

અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેના સમાચાર National Media Tv દ્વારા 15 જાન્યુઆરી, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ રાજસ્થાનના જોધપુરના કોર ગામ ખાતે બનેલી ઘટનાનો છે. જ્યાં કોર ગામ ખાતે જમીનમાંથી નીકળતા પાણી સાથે આગની જ્વાળાઓ નીકળતાં સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી. ત્યારે તંત્ર દ્વારા લોકોને ઘટનાસ્થળેથી 500 મીટર દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી હતી.

Avatar

Title:શું ખરેખર જમીનમાંથી પાણી સાથે નીકળતી આગનો વીડિયો જૂનાગઢનો છે...?

Fact Check By: Vikas Vyas

Result: Missing Context