શું ખરેખર ગુજરાતના દાહોદ ખાતે પોલીસ પર કરવામાં આવેલા હુમલાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું જેમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીનો વિજય થયો છે ત્યારે આ પરિણામો બાદ બંગાળમાં હિંસા ફાટી નીકળી હોવાના સમાચારોએ અને વીડિયોએ સોસિયલ મીડિયા પર જોર પકડ્યું છે ત્યારે પોલીસ પર હુમલો કરતા લોકોનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના દાહોદ ખાતે લોકોએ પોલીસ પર હુમલો કર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ ઓરિસ્સાના ભદ્રક ગામમાં જાન્યુઆરી 2021 માં બનેલી ઘટનાનો છે. જેમાં પોલીસ કસ્ટડીમાં એક વ્યક્તિનું સંદિગ્ધ રીતે મૃત્યું થતાં તેની પૂછતાછ માટે ગામમાં આવેલી પોલીસની ગાડી પર સ્થાનિક લોકોએ હુમલો કરીને તેને સળગાવી દીધી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Mukesh Rana Zamzam નામના ફેસબુક યુઝર દ્વારા 2 મે, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, વિકાસ ગાંડો થયો છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના દાહોદ ખાતે લોકોએ પોલીસ પર હુમલો કર્યો તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને Kalinga TV દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 13 જાન્યુઆરી, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, પોલીસ કસ્ટડીમાં એક વ્યક્તિનું સંદિગ્ધ રીતે મૃત્યું થતાં તેના પરિવારજનોની પૂછતાછ માટે પોલીસ ઓરિસ્સાના ભદ્રક ગામમાં પહોંચી હતી. પરંતુ પોલીસની બીકના કારણે યુવક ડરી જતાં ત્યાંથી ભાગી નીકળ્યો હતો અને તેણે એક તળાવમાં છલાંગ લગાવી હતી. જેમાં ડૂબી જતાં તેનું મૃત્યું થયું હતું. ત્યાર બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકોએ પોલીસની ગાડી પર હુમલો કરીને તેને સળગાવી દીધી હતી.

Archive

આજ માહિતી સાથેના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Kanak News | OTV

અમારી વધુ તપાસમાં અમને Prameya News7 દ્વારા 15 જાન્યુઆરી, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ભદ્રક ખાતે પોલીસ પર હુમલાની ઘટનામાં 6 લોકોને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.

Archive

નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો અને સમાચારમાં મૂકવામાં આવેલા વીડિયોના દ્રશ્યોની સરખામણી જોઈ શકો છો.

WhatsApp Image 2021-05-07 at 5.40.35 PM.jpeg

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ ઓરિસ્સાના ભદ્રક ગામમાં જાન્યુઆરી 2021 માં બનેલી ઘટનાનો છે. જેમાં પોલીસ કસ્ટડીમાં એક વ્યક્તિનું સંદિગ્ધ રીતે મૃત્યું થતાં તેની પૂછતાછ માટે ગામમાં આવેલી પોલીસની ગાડી પર સ્થાનિક લોકોએ હુમલો કરીને તેને સળગાવી દીધી હતી.

Avatar

Title:શું ખરેખર ગુજરાતના દાહોદ ખાતે પોલીસ પર કરવામાં આવેલા હુમલાનો આ વીડિયો છે…?

Fact Check By: Vikas Vyas 

Result: False