શું ખરેખર ભારત-પાકિસ્તાન મેચમાં દર્શકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ…? જાણો શું છે સત્ય….
આ વીડિયો વર્ષ 2022ના એશિયા કપના પાકિસ્તાન અને અફધાનિસ્તાનના મેચ બાદ થયેલી બબાલનો વીડિયો છે. આ વીડિયો ભારત-પાકિસ્તાન મેચ દરમિયાનનો નથી.
સોમવારે એશિયાકપ અંતર્ગત શ્રીલંકામાં ભારત-પાકિસ્તાનની મેચનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમા ભારતનો 228 રને ભવ્ય વિજય થયો હતો. આ મેચ બાદ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્ટેડિયમમાં દર્શકો વચ્ચે છૂટા હાથની મારામારી થતી જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારત-પાકિસ્તાન મેચ બાદ ભારત-પાકિસ્તાનના દર્શકો વચ્ચે થયેલી છૂટા હાથની મારામારી થઈ હોવાનો વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Maulik Ramani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારત-પાકિસ્તાન મેચ બાદ ભારત-પાકિસ્તાનના દર્શકો વચ્ચે થયેલી છૂટા હાથની મારામારી થઈ હોવાનો વીડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Hindustan Times દ્વારા પ્રસારિત એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જે એક વર્ષ પહેલા પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “પાકિસ્તાને શારજાહમાં સુપર 4 મુકાબલામાં અફઘાનિસ્તાન સામે એક વિકેટથી રોમાંચક જીત મેળવી હતી. પરંતુ હેડલાઇન્સ પર શું વર્ચસ્વ જમાવી રહ્યું છે તે છે મેદાન પર અને મેદાનની બહારના બિહામણા દ્રશ્યો. પાકિસ્તાનના આસિફ અલીએ 19મી ઓવરમાં અફઘાનિસ્તાનના બોલર ફરીદ અહમદ પર ગુસ્સે થઈને પોતાનું બેટ લહેરાવ્યું ત્યારથી પડોશીઓ વચ્ચે તણાવ વધી રહ્યો હતો. રોમાંચક મુકાબલાના અંત પછી, શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં અફઘાન ચાહકોએ ઠંડક ગુમાવી દીધી અને બેઠકને નષ્ટ કરવાનો અને તેમના પાક સમકક્ષોને મારવાનું નક્કી કર્યું. અફઘાનિસ્તાનના ચાહકો સ્ટેડિયમની અંદર પાકિસ્તાની ચાહકો પર સીટ ફેંકતા જોવા મળ્યા હતા. માત્ર અંદર જ નહીં, સ્ટેડિયમની બહાર પણ પરિસ્થિતિ હાથમાંથી બહાર નીકળી ગઈ હતી.”
આ મેચ બાદની લડાઈની વિશેષ માહિતી આપતો અહેવાલ હિન્દુસ્તાન ટાઈમ્સ, ઈકોનોમિક્સ ટાઈમ્સ, ઈન્ડિયા ટુડે, સહિતના મીડિયા હાઉસ દ્વારા આપવામાં આવ્યો હતો.
મિરર નાઉ દ્વારા ગ્રાઉન્ડ ની બહાર પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ફેન્સ વચ્ચે થયેલી બબાલનો વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો વર્ષ 2022ના એશિયા કપના પાકિસ્તાન અને અફધાનિસ્તાનના મેચ બાદ થયેલી બબાલનો વીડિયો છે. આ વીડિયો ભારત-પાકિસ્તાન મેચ દરમિયાનનો નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું ખરેખર ભારત-પાકિસ્તાન મેચમાં દર્શકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ...? જાણો શું છે સત્ય....
Written By: Frany KariaResult: False