શું ખરેખર લાશોને ટ્રક મારફતે નાખતો વિડિયો ઈટાલી દેશનો છે…? જાણો શું છે સત્ય…

Coronavirus False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Ramesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. મિત્રો ઇટાલી ની હાલત મહેરબાની કરી આ વીડિયો બીજા ને શેર કરો જેથી ભારત ની જનતા વધુ ને વધુ સચેત થશે ઘરે રહો સુરક્ષિત રહો બહાર શાકભાજી લેવા જાવ તો પણ પ્લાસ્ટિક ના હાથ મોજ પહેરો મેડિકલ માં માલી જશે બહાર1 જ વ્યક્તિ શાકભાજી લેવા જાવ નહીંતર દેશ ની પથારી ફરતા વાર નહીં લાગે સાહેબ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 77 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 475 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે સેર કરવામાં આવેલો વિડિયો ઈટાલીનો છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ukr.to નામની વેબસાઈટ પર આ ફોટો પ્રાપ્ત થયો હતો. જેમાં શીર્ષકમાં Pandemic (season 1) લખવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

ukr.to

ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો સમગ્ર વિડિયો પ્રાપ્ત થયો હતો. આ વિડિયો ઈટાલીનો નહિં પરંતુ Pandemic | Coronavirus Movie નામની મુવીનો આ એક સીન હોવાનું જાણવા મળ્યુ હતુ. Movie Central નામની યુટ્યુબ ચેનલ દ્વારા આ ફિલ્મના બે ભાગ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં બીજા ભાગમાં 1 ક્લાક 1 મિનિટ અને 52 સેકેન્ડથી પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો હતો તે જોવા મળે છે. જે આપ નીચે જોઈ શકો છો.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો એક ફિલ્મનો ભાગ છે. ઈટાલીમાં બનેલી આ રિયલ ઘટના હોવાની વાત તદ્દન ખોટી છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ પોસ્ટ શેર કરવમાં આવેલી છે.

Avatar

Title:શું ખરેખર લાશોને ટ્રક મારફતે નાખતો વિડિયો ઈટાલી દેશનો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False