તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક દુકાનમાં આગ લગાવી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તમિલનાડુ ખાતે એક લોટરીની દુકાનમાં લોટરી ન લાગતાં એક વ્યક્તિએ આગ લગાવી દીધી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તમિલનાડુનો નહીં પરંતુ કેરલ ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Chingari Updet Wakanar નામના ફેસબુક યુઝર દ્વારા 8 માર્ચ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, તામીલનાડુ રાજય ના એક વ્યકિત દરરોજ પોતાનુ નસીબ અજમાવવા માટે એક લોટરી વાળા ની દુકાને થી લોટરી ખરીદતો હતો પણ નસીબ સાથ આપતુ જ નહી પરીણામે લોટરી લાગતી જ નહી તેથી આવેશ મા આવીને લોટરી ની દુકાન જ સળગાવી નાખી જુઓ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તમિલનાડુ ખાતે એક લોટરીની દુકાનમાં લોટરી ન લાગતાં એક વ્યક્તિએ આગ લગાવી દીધી.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમને એ માલૂમ પડ્યું હતું કે, દુકાનનું નામ તમિલ નહીં પરંતુ મલયાલમ ભાષામાં લખેલું છે.

ત્યાર બાદ અમે અમારી મલયાલમ ટીમનો સંપર્ક કરી પૂછતાં અમને એ જાણવા મળ્યું હતું કે, દુકાન પર લોટરી લખેલું છે. ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર Tatwamayi News દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 4 માર્ચ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વીડિયોમાં દેખાતા વ્યક્તિએ શુક્રવારે સાંજે કેરળના થ્રીપ્પુનિથુરામાં મીનાક્ષી લોટરી નામની લોટરીની દુકાનમાં આગ લગાવી દીધી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ વ્યક્તિએ આ કૃત્ય કરતા પહેલા ફેસબુક લાઈવ દ્વારા પોતાનો ઈરાદો જાહેર કર્યો હતો. તેણે એમ પણ કહ્યું કે, તે 'ક્રોની કેપિટલિઝમ' ના વિરોધમાં લોટરી સ્ટોરને સળગાવી રહ્યો હતો.

આજ વીડિયો સાથેના સમાચાર અમને અન્ય કેટલાક માધ્યમો પર પણ પ્રાપ્ત થયો હતો. જે તમે અહીં જોઈ શકો છો. Manorama News | News18 Kerala

ઉપરોક્ત તમામ સમાચારો પરથી અમને એ માલૂમ પડ્યું હતું કે, આગમાં આશરે રૂ. 1.5 લાખની સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ હતી. કેરળ પોલીસે બાદમાં ગુનેગારની ધરપકડ કરી હતી, જેની ઓળખ રાજેશ તરીકે થઈ છે. તેને કોઈ માનસિક સમસ્યા છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. અગાઉ રાજેશે ફેસબુક લાઈવ પર જાહેરાત કરી હતી કે, તેણે મીનાક્ષી એજન્સીની લોટરીની દુકાનને આગ લગાવી દીધી છે. તેણે દાવો કર્યો કે, તે 'ક્રોની કેપિટલિઝમ' અને 'બનાવટી' સાથીઓનો વિરોધી હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તમિલનાડુનો નહીં પરંતુ કેરલ ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો લોટરીની દુકાનમાં એક વ્યક્તિ દ્વારા આગ લગાવવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False