શું ખરેખર દેશમાં પ્રાઈવેટ મેડિકલ કોલેજ માંથી આરક્ષણ હટાવી દેવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલ સોશિયલ મિડિયામાં ન્યુઝ ચેનલની પ્લેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. બ્રેકિંગ ન્યુઝની પ્લેટ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપા સરકાર દ્વારા પ્રાઈવેટ મેડિકલ કોલેજોમાંથી SC, ST અને OBCનો કોટાને પુરો કરી જેવામાં આવ્યો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વાયરલ મેસેજ હાલનો નહિં પરંતુ વર્ષ 2017નો છે. તેમજ આ મેસેજ અંગે જે-તે સમયે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ખાનગી મેડિકલ કોલેજમાં પીજીમાં કોઆ આરક્ષણ હોતું જ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Falguni Solanki નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 03 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાજપા સરકાર દ્વારા પ્રાઈવેટ મેડિકલ કોલેજોમાંથી SC, ST અને OBCનો કોટાને પુરો કરી જેવામાં આવ્યો છે.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ભાસ્કરનો વર્ષ 2017નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર યોગી સરકાર દ્વારા અખિલેશ સરકાર (સમાજવાદી પ્રાર્ટી)નો નિયમ લાગુ કર્યો હતો, “પ્રાઈવેટ મેડિકલ-ડેન્ટલ કોલેજોમાં આરક્ષણ નહિં આપવામાં આવે. આ આદેશ અખિલેશ સરકાર દ્વારા 10 માર્ચ 2017ના એટલે મતગણનાના એક દિવસ પહેલા જાહેર કર્યો હતો. જેને યોગી સરકારે લાગુ કર્યો હતો.

ભાસ્કર.કોમ | સંગ્રહ

જો કે, આ અહેવાલ પ્રસારિત થયા બાદ યોગી સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, “ખાનગી કોલેજોમાં  કયારેય પણ આરક્ષણ હતુ જ નહિં અને સરકારે આ કોલેજોની વ્યસ્થામાં કોઈ બદલાવનો આદેશ જાહેર કર્યો જ નથી.પત્રિકા દ્વારા પ્રસારિત આ અહેવાલમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. જે તમે નીચે વાંચી શકો છો. 

પત્રિકા | સંગ્રહ

તેમજ આ અંગે વધુ સ્પષ્ટતા કરતા યુપીના તત્કાલિન ચિકિત્સા શિક્ષા વિભાગના મહાનિર્દેશક ડો. વીએન ત્રિપાઠી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, પ્રાઈવેટ મેડિકલ કોલેજમાં પહેલાથી જ આરક્ષણ નથી માટે તેને પુરૂ કરી દેવાની વાત તદ્દન ખોટી છે. લોકોને ભ્રમ થાય છે કે આ વખતે સરકાર નીટની કાઉંસિલિંગ કરી રહી છે માટે પ્રાઈવેટ કોલેજોમાં પણ આરક્ષણ મળશે, પરંતુ પ્રાઈવેટ કોલેજોમાં પીજીમાં કોઈ કોટા જ નથી. તેમજ 10 માર્ચના આદેશ વિશે તત્તકાલિન મુખ્ય સચિવ ડો. અનીતા જૈન ભટનાગર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, “10 માર્ચના તે આદેશમાં બિંદુ સાત હેઠળ ખાનગી ક્ષેત્રની કોલેજોમાં કોઈપણ પ્રકારનું આરક્ષણ અનુમતિને પાત્ર નહિ હોય. જે બાદ જ ભ્રમ ફેલાયો છે.” 

પત્રિકા | સંગ્રહ

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વાયરલ મેસેજ હાલનો નહિં પરંતુ વર્ષ 2017નો છે. તેમજ આ મેસેજ અંગે જે-તે સમયે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ખાનગી મેડિકલ કોલેજમાં પીજીમાં કોઆ આરક્ષણ હોતું જ નથી.

Avatar

Title:શું ખરેખર દેશમાં પ્રાઈવેટ મેડિકલ કોલેજ માંથી આરક્ષણ હટાવી દેવામાં આવ્યુ…?

Fact Check By: Yogesh Karia 

Result: False