રાહુલ ગાંધીના નામે ફેક નિવેદન વાયરલ કરવામાં આવી રહ્યુ…. જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ABP ન્યુઝ ચેનલની બ્રેકિંગ પ્લેટ એડિટ કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ ક્યારેય કહ્યું નથી કે તેમના પૂર્વજો મુસ્લિમ હતા અને તેઓ મુસ્લિમ છે.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એબીપી ન્યુઝની પ્લેટને શેર કરવામાં આવી રહી છે અને જેને શેર કરીનો દાવો કરવામાં આવી રહ્યો છે કે,
રાહુલ ગાંધીએ પોતે સ્વીકાર્યું છે કે તેમના પૂર્વજો મુસ્લિમ હતા. તેઓ મુસ્લિમ છે.” 

દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાહુલ ગાંધીએ પોતે સ્વીકાર્યું છે કે તેમના પૂર્વજો મુસ્લિમ હતા. તેઓ મુસ્લિમ છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કર્યુ પરંતુ અમને કોઈ પરિણામ પ્રાપ્ત થયા ન હતા કે જેમા રાહુલ ગાંધી કહી રહ્યા હોય કે તેમના પૂર્વજ મુસ્લિમ છે. 

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત બનાવવા અમે ગૂગલ પર સર્ચ કર્યુ દરમિયાન અમને એબીપી ન્યુઝ દ્વારા 12 નવેમ્બર 2018 ના રોજ  કરવામાં આવેલુ એક ટ્વિટ મળ્યું. “તેમાં વાયરલ થઈ રહેલી ચારેય બ્રેક્રિંગ પ્લેટોના સ્ક્રીનશોટ હતા. જેના કેપ્શનમાં લખવામાં આવ્યુ હતુ કે, અમારી ચેનલની બ્રેકિંગ પ્લેટને સંપાદિત કરીને કેટલાક પોસ્ટના સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે. રાહુલ ગાંધીના નિવેદનને લઈને આ તસવીરોમાં આપવામાં આવેલી માહિતીનો ABP ન્યૂઝ નેટવર્ક સાથે કોઈ સંબંધ નથી.” 

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ABP ન્યુઝ ચેનલની બ્રેકિંગ પ્લેટ એડિટ કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ ક્યારેય કહ્યું નથી કે તેમના પૂર્વજો મુસ્લિમ હતા અને તેઓ મુસ્લિમ છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:રાહુલ ગાંધીના નામે ફેક નિવેદન વાયરલ કરવામાં આવી રહ્યુ…. જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia  

Result: False