શું ખરેખર 50 રૂપિયામાં ગળાના કેન્સરના દર્દી બોલતા થઈ જશે…? જાણો શું છે સત્ય……

Mixture રાષ્ટ્રીય I National સામાજિક I Social

Fakt Gujarati – ફક્ત ગુજરાતી નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. માત્ર પચાસ રૂપિયામાં ગળાના કેન્સરના દર્દીઓ ફરીવાર બોલી શકે એવી શોધ કરી આ ભારતીય ડોક્ટરે શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 107 લોકોએ તેમના મંતવ્ય જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ તેનો પ્રતિભાવ જણાવ્યો હતો. તેમજ 99 લોકોએ આ પોસ્ટને શેર કરી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, માત્ર પચાસ રૂપિયામાં ગળાના કેન્સરના દર્દીઓ ફરીવાર બોલી શકશે. 

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા આર્ટીકલમાં જણવવમાં આવ્યુ હતુ કે, ડો.વિશાલ રાઉ નામના ડોક્ટરે “ઓમ” નામની ડિવાઈસની શોધ કરી છે. જેનાથી આ શક્ય બની શકે છે. તેથી અમે ગૂગલ પર “artificial voice box ‘aum’ price in india” લખતા અમને નીચે મુજબના પરિણામ મળ્યા હતા. 

GOOGLE SEARCH.png

ARCHIVE

THE BETTER INDIA.png

ઉપરોક્ત પરિણામો પરથી અમને ધ બેટર ઈન્ડિયા.કોમ નામની વેબસાઈટ દ્વારા 29 ડિસેમ્બર 2015ના પ્રસારિત કરવામાં આવેલો આર્ટીકલ અમને પ્રાપ્ત થયો હતો. જે ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની પૃષ્ટી કરતો હતો. જે આપ નીચે જોઈ શકો છો.

ARCHIVE

ઉપરોક્ત આર્ટીકલ પરથી અમને જાણવા મળ્યુ કે આ ડિવાઈસ જ્યારે શોધવામાં આવી હતી. ત્યારે તેની કિંમત 50 રૂપિયા હતી. હાલ આ ડિવાઈસની કિંમત કેટલી છે તે જાણવા અમે ગૂગલ પર સર્ચ કરતા અમને innaumation.com નામની વેબ સાઈટ મળી હતી. જે આ ડિવાઈસનું મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યુ હતુ. 

innaumation.png

ARCHIVE

ઉપરોક્ત વેબસાઈટમાં આપેલા નંબર પરથી અમને આ ડિવાઈસના ડ્રિસ્ટ્રીબ્યુશટરનો અમને નંબર પ્રાપ્ત થયો હતો. તેની સાથે વાત કરતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “હાલ આ ડિવાઈસની ભાવ 3000 હજાર રૂપિયા અને જીએસટીનો ચાર્જ વધારાનો લાગે, તેમજ કર્ણાટકા સિવાય ગુજરાતમાં આ ડિવાઈસ ઉપલબ્ધ નથી.”

આમ, પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે આ ડિવાઈસ બનાવવામાં આવી ત્યારે તેની કિંમત 50 રૂપિયા હતી. જે આજે 3.5 વર્ષ પછી 600 ટકા ભાવ વધારા સાથે માર્કેટમાં હાલ 3000 રૂપિયાના ભાવે વહેચાઈ રહ્યુ છે. જો ગળાના કેન્સરના દર્દીને ફરી બોલવું હોય તો આ મશીન હાલ તેને 3000 રૂપિયામાં લેવું પડશે.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે આ ડિવાઈસ બનાવવામાં આવી  ત્યારે તેની કિંમત 50 રૂપિયા હતી. જે આજે 3.5 વર્ષ પછી 600 ટકા ભાવ વધારા સાથે માર્કેટમાં હાલ 3000 રૂપિયાના ભાવે વહેચાઈ રહ્યુ છે.

Avatar

Title:શું ખરેખર 50 રૂપિયામાં ગળાના કેન્સરના દર્દી બોલતા થઈ જશે…? જાણો શું છે સત્ય……

Fact Check By: Yogesh Karia 

Result: Mixture

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •