શું ખરેખર સાઉદી અરબના લોકડાઉન બાદ મોલ ખુલ્યાના દ્રશ્યો છે.? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Kirit Mandirwala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Crazy situation on saudi malls opening after lockdown… ladies out for Eid market 🙄🙄God also cannot save us” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે,“સાઉદી અરબમાં લોકડાઉન પછી મોલ ખૂલતા મહિલાઓ ઈદ માટને ખરીદી કરવા નિકળી તેન દ્રશ્યો છે.

FACEBOOK | FB VIDEO ARCHIVE | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને MECCA NEWS દ્વારા તારીખ 3 ડિસેમ્બર 2019ના કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “અમુક પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ આપવામા આવતા લોકો સ્ટોરમાં કેવી રીતે એકત્ર થઈ રહ્યા છે. આ પ્રકારે કાલે અલ-શક્કિયાહના એક સ્ટોરમા થયુ, જ્યારે સ્ટોર દ્વારા પ્રોડક્ટમાં ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી. જેના કારણે સુરક્ષા કર્મીઓને બોલાવવાની ફરજ પડી હતી.”

ARCHIVE 

વર્ષ 2019માં જૂદા-જૂદા સોશિયલ મિડિયા યુઝર દ્વારા આ વિડિયોને શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

લિંક-1લિંક-2લિંક-3

જો કે, આ વિડિયો સાઉદી અરબનો ક્યાં વિસ્તારનો છે. તે કહેવું મુશકેલ છે. પરંતુ આ વિડિયોને કોરોના વાયરસ કે લોકડાઉન સાથે કોઈ સંબંધ નથી. ફેક્ટ ક્રેસન્ડોની ટીમ દ્વારા આ વિડિયો મુળ ક્યાનો છે તે જાણવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જે જણાતા અમે આ અહેવાલમાં ઉમેરો કરીશુ.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ ડિસેમ્બર 2019નો છે. હાલની પરિસ્થિતી સાથે તેને કોઈ લેવા-દેવા નથી. ખોટા દાવા સાથે તેને શેર કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર સાઉદી અરબના લોકડાઉન બાદ મોલ ખુલ્યાના દ્રશ્યો છે.? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False