વર્ષ 2010ના બાંગ્લાદેશના ફોટોને ખોટા દાવા સાથે હાલમાં શેર કરવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Halla Bol નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. विदेशों से बीमारी अमीर ला रहे है ओर सड़कों पर लाठी गरीब खा रहे है यही जोश मोदीजी ने सभी एयरपोर्ट पर दिखाते तो आज गरीब सड़कों पर लाठी नहीं खाते” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 11 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં કોરોનાના કારણે લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહેલા ગરીબ લોકો પર પોલીસ લાઠી ચાર્જ કરી રહી છે. તેનો ફોટો છે.”

FACEBOOK | FB ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને THE GUARDIAN નો 30 જૂન 2010નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં કપડાના કારિગરો પ્રોટેસ્ટ કરી રહ્યા છે. ઢાકામાં મુખ્ય રસ્તાઓ બ્લોક કર્યા હતા. તે દરમિયાન બાળકોનું પોલીસ સાથે ધર્ષણ થયુ હતુ.”

THE GUARDIAN | ARCHIVE

BBC દ્વારા પણ આ અંગેની માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 2010નો બાંગ્લાદેશની રાજધાની ઢાકાનો છે. હાલની પરિસ્થિતી સાથે તેને કોઈ લેવા-દેવા નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.  

Avatar

Title:વર્ષ 2010ના બાંગ્લાદેશના ફોટોને ખોટા દાવા સાથે હાલમાં શેર કરવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False