
Anant Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “भारत का भगोडा जेहादी अपराधी जाकिर नाईक,जिसने इस्लामिक देश मलेशिया में शरण ली है..उस जेहादी अपराधी जाकिर नाईक से मिलने मलेशिया चला गया महेश भट्ट जेहाद प्रेम” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 195 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 69 લોકો દ્વારા આ તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 250 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહેશ ભટ્ટ ઝાકિર નાયકને મળવા મલેશિયા ગયા હતા તે સમયને ફોટો છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કરવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામ પરથી અમને ગેટી ઈમેજની “Islamic preacher Dr. Zakir Naik, filmmaker Mahesh Bhatt and advocate Majid Menon at Press Club to protest against the UK government denying a visa to Naik. (Photo by Vijayanand Gupta/Hindustan Times via Getty Images)” શીર્ષક હેઠળની મુંબઈમાં તારીખ 22 જૂન 2010ના લેવામાં આવેલી તસ્વીર પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
વાયરલ તસ્વીર અને ગેટી ઈમેજની આ તસ્વીર વચ્ચેની સરખામણી કરી હતી. જેમાં મહેશ ભટ્ટના ઝાકિર નાયકના તેમજ એડવોકેટ માજીદ મેમણએ પહેરેલા કપડા એક સરખા જ છે, જે તમે નીચે જોઈ શકો છો.
BBC દ્વારા પણ 22 જૂન 2010ના ઝાકિર નાયકને યુકેના વિઝા ન આપવામાં આવ્યા તેની નિંદા કરવા માટે તારીખ 22 જૂન 2010ના યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ અમને પ્રાપ્ત થઈ હતી. જેમાં જણાવામાં આવ્યુ હતુ કે, “યુકેમાં લાગેલા પ્રતિબંધ સામે ઝાકિર નાયકે બોલિવુડ ફિલ્મ નિર્માતા ઝાકિર નાયકનું સમર્થન પ્રાપ્ત કરી લીધું છે.”
આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 2010નો છે. હાલનો નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 2010નો છે. મુંબઈમાં ઝાકિર નાયક અને મહેશ ભટ્ટ દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાનનો ફોટો છે.

Title:શું ખરેખર મહેશ ભટ્ટ ઝાકિર નાયકને મલેશિયા મળવા ગયા હતા તે સમયનો ફોટો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
