
ગગો ગુજરાતી નામના ફેસબુક યુઝર દ્વારા 20 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, લ્યો બોલો..ભક્તો હવે ડૂબી મરો, કાશ્મીરી પંડિતો શાહીન બાગ પ્રોટેસ્ટના સમર્થનમાં.. તમે કાશ્મીરી પંડિત વિશે બોલવાનો હક ખોઈ દીધો ભક્તો... આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કાશ્મીરી પંડિતો દ્વારા શાહીનબાગ ખાતે CAA નો વિરોધ કરવામાં આવ્યો તેના આ ફોટો છે. આ પોસ્ટને 108 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 4 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 23 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર કાશ્મીરી પંડિતો દ્વારા શાહીનબાગ ખાતે CAA નો વિરોધ કરવામાં આવ્યો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને शाहीन बाग मे काश्मीरी पंडित સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને NDTV India દ્વારા 19 જાન્યુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચારમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા પ્રથમ ફોટોને તમે વીડિયોમાં જોઈ શકો છો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કાશ્મીરી પંડિતો દ્વારા શાહીનબાગ ખાતે CAA નું સમર્થન કરવામાં આવ્યું. વધુમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 19 જાન્યુઆરીના રોજ કાશ્મીરી પંડિતોને ઘાટીમાંથી નીકાળવામાં આવ્યાની યાદમાં નિર્વાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે. એજ દિવસે શાહીનબાગ ખાતે જશ્ન-એ-શાહીન મનાવાવાની માહિતી બહાર પાડવામાં આવી હતી. જેના વિરોધ માટે કાશ્મીરી પંડિતો શાહીનબાગ ખાતે પહોંચ્યા હતા. આ સમાચારમાં ક્યાંય પણ કાશ્મીરી પંડિતો દ્વારા CAA નો વિરોધ કરવામાં આવ્યો હોય એવી માહિતી આપવામાં આવી હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. aajtak.intoday.in | khabar.ndtv.com
ત્યાર બાદ પોસ્ટમાં મૂકવામાં આવેલા બીજા ફોટોને અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને ધ વાયરના પત્રકાર Arfa Khanum Sherwani દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર 19 જાન્યુઆરી, 2020 ના રોજ આજ ફોટો સાથે કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, કાશ્મીરી પંડિતોના સમર્થન માટે શાહીનબાગ ખાતે લોકો પોસ્ટરો સાથે પ્રદર્શન કરી રહ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો કાશ્મીરી પંડિતોના ફોટો શાહીનબાગ ખાતે CAA ના વિરોધના નહીં પરંતુ CAA ના સમર્થનના છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, શાહીનબાગ ખાતે કાશ્મીરી પંડિતો CAA નો વિરોધ કરવા માટે નહીં પરંતુ તેના સમર્થન માટે ભેગા થયા હતા.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર કાશ્મીરી પંડિતો દ્વારા શાહીનબાગ ખાતે CAA નો વિરોધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
