વર્ષ 2017ના વીડિયોને હાલના તોફાનોનો વિડિયો બતાવી ખોટા ઉદેશ સાથે ફેલાવવામાં આવી રહ્યો છે..

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Utkal Thakor નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શાંતિપૂર્ણ અહિંસક પ્રદર્શન કરી રહેલા ભારતીય નાગરીકો!! એ એવું ઇચ્છે છે કે એમના જેવા નાગરીકોને અફધાનીસ્તાન પાકીસ્તાન અને બોગ્લાદેશથી ભારતમાં આવવા દેવાય. એ એવું પણ ઇરછે છે કે જે લોકો ગેરકાયદેસર આવી ગયા છે તેમને ભારતની નાગરીકતા આપી દેવાય !! પણ આ હિટલરશાહી અરાજક અને બંધારણ વિરોધી સરકાર જ આવા ભોળા અને રાષ્ટ્રપ્રેમી લોકોને નાગરીકત્વથી વંચિત રાખવાના અલોકતાંત્રીક અને ગેરબંધારણીય પ્રયાસ કરી રહી છે. આવો આપણે બધાય આ અને આવા લોકોના સમર્થનમાં પ્રિયંકાબેન રોબર્ટભાઈ વાડ્રાએ શરૂ કરેલા ઘરણામાં જોડાઈએ અને આ આતંકી સરકારને ઘરભેગી કરી દઈએ.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 29 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 14 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં ચાલી રહેલા CAAના વિરોધ પ્રદર્શનનો છે.”

FACEBOOK | FB ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને કોઈ ખાસ પરિણામો પ્રાપ્ત થયા ન હતા. તેથી અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો વર્ષ 2017નો છે. સુરતમાં ઉધના વિસ્તારમાં બીઆરટીએસ રોડ પર બસ ચાલકે એક રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને રાહદારીને ગંભીર ઈજા પહોચી હતી. બાદમાં લોકોએ બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડિયો NEWS4INDIA INDIA નામની યુટ્યુબ ચેનલ દ્વારા તારીખ 28 જાન્યુઆરી 2017ના “સુરતના ઉધનામાં સત્યનગર બી આર ટી એસ રોડ પર એક બસ ચાલકે એક રહદારી ને અડફેટે લેતા આકસ્માત સર્જાયો હતો રાહદારીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ માં ખસેડ્યો .આકસ્માત થી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો લોકોએ ચલાવ્યો બસ પર પથ્થરમારો.”

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2017નો સુરતનો છે. જેમાં બીઆરટીએસ રૂટ પર એક બસ દ્વારા અકસ્માત સર્જવવામાં આવ્યો હતો. તે સમયે ભીડ દ્વારા બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2017નો સુરતનો છે. જેમાં બીઆરટીએસ રૂટ પર એક બસ દ્વારા અકસ્માત સર્જવવામાં આવ્યો હતો. તે સમયે ભીડ દ્વારા બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 

Avatar

Title:વર્ષ 2017ના વીડિયોને હાલના તોફાનોનો વિડિયો બતાવી ખોટા ઉદેશ સાથે ફેલાવવામાં આવી રહ્યો છે..

Fact Check By: Yogesh Karia 

Result: False