
Atul K. Raichura નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શક્ય તેટલું વધુ શેર કરો…આપણી જ દિકરી છે વાળ વાંકો ના થવો જોઈએ જય જલારાસ બાપા” શીર્ષક સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 263 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. 7 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 10 હજારથી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, “પોસ્ટ સાથે જે બાળકીનો ફોટો શેર કરવામાં આવ્યો છે તેનું અપહરણ કરવામાં આવ્યુ છે અને તે હજુ મળી આવી નથી.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે જે ફોટો શેર કરવામાં આવ્યો હતો તેને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની કોઈ વિગતો પ્રાપ્ત થઈ ન હતી.
ત્યારબાદ અમે અલગ-અલગ કિવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ બાળકીનું તેની પૂર્વ માતા દ્વારા જ અપહરણ કરવામાં આવ્યુ હતુ. અને તારીખ 12ના આણંદ પોલીસે તેને નાસિકથી પકડી પાડી હતી. બાદમાં તેને જેલ હવાલે કરી હતી. જ્યારે બાળકીને તેના પિતાને સોંપવામાં આવી હતી. જે સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે વાંચી શકો છો.


ત્યારબાદ અમે બાળકીના પિતાનો સંપર્ક સાધ્યો હતો અને આ અપહરણના કેસ અંગે પુછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, ‘મારી પુર્વ પત્ની દ્વારા જ મારી બાળકીનું અપહરણ કરવામાં આવ્યુ હતુ. જો કે, આણંદ પોલીસે તેને ઝડપી પાડી અને જેલ હવાલે કરી છે અને હાલ મારી દિકરી મારી પાસે જ છે.’

તેમજ સૌરભભાઈ દ્વારા પોલીસ, વકિલ અને અન્ય લોકોનો આભાર માનતા વોટ્સઅપ બેનર પણ અમને મોકલાવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.



આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત બાળકી હાલ તેના પિતા પાસે સહિસલામાત હોવાનું સાબિત થાય છે. 12 ઓક્ટોબરના જ પોલીસ દ્વારા બાળકીનું અપહરણ કરનાર તેની માતાને ઝડપી પાડી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, જે-તે સમયે બાળકીનું અપહરણ થયુ હતુ. પરંતુ બાળકી હાલ તેના પિતા પાસે સહિસલામાત હોવાનું સાબિત થાય છે. 12 ઓક્ટોબરના જ પોલીસ દ્વારા બાળકીનું અપહરણ કરનાર તેની માતાને ઝડપી પાડી હતી.

Title:શું ખરેખર અપહરણ થયેલી આ બાળકી હજુ મળી નથી….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: Mixture
