
Vandanaben Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘सालना 22000 कराेड के टँनऔवर वाली गुजरात मोरबी का सिरामिक उद्योग के 600 कारखाने बन्ध ओर 2,5 लाख लोगो का चूल्हा हुवा ढंडा। ऐसा ही रहा तो हमारे कारोबार का भी नम्बर बहोत जल्द आ सकता है।!! लगता है दाे चार चहिताे के सिवा सब के धंधे बंध हाे जायेगे ???’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 36 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ તેમના અભિપ્રાયો આપ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મોરબી સિરામીક ઉદ્યોગના 600 કારખાના બંધ થઈ ગયા.

ઉપોરક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર ‘सिरामिक उद्योग के 600 कारखाने बन्ध’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને NDTV દ્વારા 28 નવેમ્બર 2013માં પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલને જ પોસ્ટ સાથે જોડી હાલમાં શેર કરવામાં આવી રહ્યો છે. તમે આ અહેવાલ નીચે જોઈ શકો છો.

ત્યારબાદ અમે મોરબી જીલ્લા કલેક્ટર જે બી પટેલ જોડે વાત કરી હતી, તેમણે અમને જણાવ્યું હતુ કે, “આ વાત તદન ખોટી છે. વર્ષ 2013માં આ પ્રકારે વાતાવરણ ઉભુ થયુ હતુ. હાલ આ એક માત્ર અફવા જ છે. લોકોને વિનંતી છે કે આ પ્રકારની અફવાઓથી દૂર રહે.”

ત્યારબાદ અમે મોરબી સિરામિક ઉદ્યોગના પ્રમુખ નિલેશ જેતપરિયા જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “સોશિયલ મિડિયા પર આ ખોટા મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આ વિડિયો હાલનો નથી. હાલ જન્માષ્ટમી પર અમારે ત્યાં 3 થી 4 કારખાના જ બંધ થયા છે.”

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, હાલમાં આ પ્રકારે કોઈ કારખાનાઓ મોરબીમાં બંધ નથી થયા. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મિડિયો રિપોર્ટ હાલનો નહીં પરંતુ વર્ષ 2013નો છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ પ્રકારે ખોટા મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, હાલમાં આ પ્રકારે કોઈ કારખાનાઓ મોરબીમાં બંધ નથી થયા. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મિડિયો રિપોર્ટ હાલનો નહીં પરંતુ વર્ષ 2013નો છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ પ્રકારે ખોટા મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે.

Title:શું ખરેખર મોરબી સિરામીક ઉદ્યોગના 600 કારખાના બંધ થઈ ગયા….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
