
Gujju Fan Club નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 881 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 28 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. અને 277 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મુસ્લિમ મહિલા દ્વારા હિન્દુ મંદિર બાંધવા માટે પોતાની 100 વિઘા જમીન દાન આપી હતી.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ ક, આ ઘટના 2018ની છે, તેમજ જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. તમામ મિડિયા હાઉસ દ્વારા 100 કે 150 ગજ જમીન દાનમાં આપી હોવાનું જણાવ્યુ હતુ. પરંતુ ક્યાંય પણ 100 વિઘા જમીન દાનમાં આપી હોવાનું જણાવવામાં આવ્યુ ન હતું. જે આપ નીચે જોઈ શકો છો.



ONEINDIA.COM દ્વારા આ મહિલાના પતિનું ઈન્ટરવ્યુ ચલાવવામાં આવ્યુ હતુ, જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, 100 ગજ જમીન જ તેમના દ્વારા દાનમાં આપવામાં આવી છે.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી એ વાત તો નક્કી હતી કે, મુસ્લિમ મહિલા દ્વારા 100 ગજ જમીન હિન્દુ મંદિર માટે દાનમાં આપવામાં આવી હતી. 100 વિઘા જમીન દાનમાં આપી હોવાના વાત ક્યાંય પણ સાબિત થતી ન હતી. ત્યારે 1 ગજ અને 1 વિઘા વચ્ચેનો અમે ફર્ક જાણવા પ્રયત્ન કર્યો હતો. તો જાણવા મળ્યુ હતુ કે. 1 ગજ એટલે 8.91 સ્કેવર ફૂટ થાય. જ્યારે 1 વિઘા એટલે 17424 સ્કેવર ફૂટ થાય. આમ, મહિલા દ્વારા 890 સ્ક્વેર ફૂટ જ જમીન દાનમાં આપવામાં આવી હતી. 100 વિઘા જમીન દાનમાં આપવામાં આવી તે વાત ખોટી સાબિત થાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ મહિલા દ્વારા 100 વિઘા જમીન દાનમાં નથી આપવામાં આવી મહિલા દ્વારા 100 ગજ જમીન એટલે કે 890 સ્કેવર ફૂટ જમીન દાનમાં આપવામાં આવી છે.

Title:શુંખરેખર મુસ્લિમ મહિલા દ્વારા 100 વિઘા જમીન દાનમાં આપવામાં આવી….?જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
