કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ તત્તકાલિન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સામે કેન્દ્ર સરકાર પર કોઈ પ્રહારો કર્યા ન હતા… જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ સરકાર અને પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જેવા દેખાતા એક વ્યક્તિ પર કટાક્ષ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, “રેણુકા ચૌધરીની પાછળ ઉભેલા અને તેમને સાંભળતા વ્યક્તિ પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે.

FACEBOOK | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 21 જુલાઈ 2026ના રોજ ‘NBT’ ના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયેલો વાયરલ વીડિયો મળ્યો. જોકે, કેપ્શનમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો કોઈ ઉલ્લેખ નહોતો.

તપાસને આગળ ધપાવતા, અમે કીવર્ડ્સનો ઉપયોગ કરીને ગુગલ સર્ચ શરૂ કર્યું. અમને ‘nasirhussaininc’ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વાયરલ ક્લિપમાં દેખાતી વ્યક્તિ દર્શાવતો બીજો વીડિયો મળ્યો. આ વીડિયો 23 જુલાઈ, 2026ના રોજ શેર કરવામાં આવ્યો હતો. તેમાં, ડો. હુસૈન – જે ધર્મેન્દ્ર પ્રધાન જેવા દેખાય છે – કોંગ્રેસના નેતાઓ સાથે સંસદમાં વિરોધ પ્રદર્શન કરતા જોઈ શકાય છે.

તેમના બાયોમાં આપેલી માહિતી મુજબ, ડૉ. સૈયદ નસીર હુસૈન કર્ણાટકના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ છે. તેમના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં કોંગ્રેસના નેતાઓ સાથે ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરતા તેમના ઘણા વીડિયો છે.

તપાસ દરમિયાન, અમને ડૉ. સૈયદ નસીર હુસૈનના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ મળ્યા. ત્યારબાદ સ્પષ્ટ થયું કે ડો. સૈયદ નસીર હુસૈનનો વીડિયો ધર્મેન્દ્ર પ્રધાનના વીડિયો તરીકે ફેલાવવામાં આવી રહ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, તત્તકાલિન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં કોંગ્રેસ સાંસદ રેણુકાએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હોવાનો દાવો ખોટો છે. હકીકતમાં, વીડિયોમાં દેખાતા વ્યક્તિ ધર્મેન્દ્ર પ્રધાન નથી, પરંતુ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ડૉ. સૈયદ નાસિર હુસૈન છે.

Result Stamp

Title: કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ તત્તકાલિન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સામે કેન્દ્ર સરકાર પર કોઈ પ્રહારો કર્યા ન હતા… જાણો શું છે સત્ય…

Fact Check By: FRANY KARIA

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *