નસીરૂદ્દીન શાહ વિદ્યાર્થીઓને ટેકો આપવા જંતર-મંતર આવ્યા હોવાનો દાવો ભ્રામક છે… જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

NEET પેપર લીક અને પરીક્ષાઓમાં અનિયમિતતાઓ સામે દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનને અનેક અગ્રણી વ્યક્તિઓનો ટેકો મળ્યો હતો. જ્યારે તેમાંથી ઘણાએ વ્યક્તિગત રીતે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, ત્યારે અન્ય લોકોએ સોશિયલ મીડિયા દ્વારા આંદોલનને ટેકો આપ્યો હતો. આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, “બોલિવૂડ અભિનેતા નસીરૂદ્દીન શાહ પણ જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

INSTAGRAM | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વીડિયો ‘rajesh.gaur.524’ નામના યુઝરના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર જોવા મળ્યો હતો અને યુઝરે પોતે રેકોર્ડ કર્યો હતો. 20 જુલાઈના રોજ શેર કરાયેલા આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, તે મુંબઈનો છે.

તેમજ આ ઓરિજનલ વીડિયોને ધ્યાન થી જોતા તેમાં અમને રિગલ સિનેમાનું બોર્ડ જોવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ આ ક્લુના આધારે અમે ગૂગલ પર સર્ચ કરતા અમને જાણવા મળ્યુ કે કોલાબામાં આવેલા રિગલ સિનેમાની બહારનો આ વીડિયો છે. જે તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વાયરલ વીડિયો મુંબઈના કોલાબામાં રીગલ સિનેમાની બહારનો છે, જ્યાં નસીરૂદ્દીન શાહ એક ફિલ્મ સ્ક્રીનિંગમાં હાજરી આપવા ગયા હતા.

Result Stamp

Title: નસીરૂદ્દીન શાહ વિદ્યાર્થીઓને ટેકો આપવા જંતર-મંતર આવ્યા હોવાનો દાવો ભ્રામક છે… જાણો શું છે સત્ય…

Fact Check By: FRANY KARIA

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *